પ્રેગનન્ટ 'દયા'ને કારણે ઉલ્ટા ચશ્માને થયો જબરો ફાયદો - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રેગનન્ટ ‘દયા’ને કારણે ઉલ્ટા ચશ્માને થયો જબરો ફાયદો

પ્રેગનન્ટ ‘દયા’ને કારણે ઉલ્ટા ચશ્માને થયો જબરો ફાયદો

 | 5:22 pm IST

સબ ટીવી પર આવતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાનો રોલ કરતી દિશા વાકાણી રિયલ લાઇફમાં પ્રેગનન્ટ છે એવા સમાચાર જ્યારથી મળ્યા છે ત્યારથી દિશાના ચાહકોનો પ્રેમ અને સપોર્ટ પણ વધી ગયો છે. હવે લોકો દિશાને વધારેને વધારે સમય પડદા પર જોઈ લેવા માગે છે. પ્રેગનન્સીને કારણે દિશાએ નાનકડો બ્રેક લીધો હતો અને તે થોડા દિવસ પહેલાં તે ફરી શોમાં પરત આવી છે. તે જ્યારથી શોમાં પરત આવી છે ત્યારથી આ શોની TRPમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી ટોપ 10માં પણ નહોતો પણ દિશા પ્રેગનન્ટ હોવાના સમાચાર કન્ફર્મ થતા જ તે ત્રીજા નંબર પર આવી ગયો છે. આ વાત પુરાવો છે કે લોકો આ કોમેડી શોમાં વધારેને વધારે દયાને જોવા માગે છે.

સીરિયલમાં દયા ભાભી ટપ્પુની માની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. સીરિયલમાં તેની કોમિક ટાઇમિંગ પર સૌ કોઇ ફિદા છે. દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ મુંબઈના ચાર્ટડ એકાઉન્ટટન્ટ મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 26 નવેમ્બરના રોજ રિસેપ્શન આપ્યું હતું. અગાઉ એવા રિપોર્ટ્સ હતા કે દિશા લગ્ન બાદ શો છોડી દેશે પરંતુ તે લગ્ન બાદ પાછી ફરી હતી. શો અગાઉ દિશા જોધા-અકબર, દેવદાસ અને લવ સ્ટોરી 2050 જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.