Disha Patani and Tiger Shroff came together for Special Screening of SOTY2
  • Home
  • Featured
  • ‘SOTY2’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ટાઈગર સાથે પહોંચી દિશા પટની, હોટ લુક જોઈ થઈ જશો ફિદા

‘SOTY2’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ટાઈગર સાથે પહોંચી દિશા પટની, હોટ લુક જોઈ થઈ જશો ફિદા

 | 3:27 pm IST

એક્ટર ટાઈગર શ્રોફની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’(SOTY2) દેશભરમાં રિલીઝ થઈ છે. રિલીઝ થયાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ 50 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ છે. ફિલ્મમાં ટાઈગરની સાથે અનન્યા પાંડે અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ બન્ને એક્ટ્રેસે આ ફિલ્મની સાથે બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું છે. જોકે આ દરમિયાન એક્ટ્રેસ દિશા પટની ટાઈગર શ્રોફની સાથે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. જ્યાં તેનો હોટ અને ગ્લેમરસ અંદાજ દેખાયો હતો.

રિપોર્ટ પ્રમાણે ટાઇગરે દિશા માટે મુંબઈમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ માટે એક ખાસ સ્ક્રીનિંગ રાખી હતી. જેનાં માટે બન્ને સ્ટાર્સ એક સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન ટાઈગર શ્રોફ કેઝ્યુઅલ લુકમાં દેખાયો હતો. તેને ડાર્ક બ્લૂ લોઅર સાથે વ્હાઇટ હુડી પહેર્યું હતું. જ્યારે દિશા પટનીએ ટાઈગરની સાથે કલર મેચિંગ કર્યું અને મિની સ્કર્ટની સાથે વ્હાઇટ હોટ સ્પૈગેટી ટોપ પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે દિશા તેની આગામી ફિલ્મ ‘ભારત’માં દેખાશે. આ ફિલ્મમાં તેના ઓપોઝિટ સલમાન ખાન છે. ઉપરાંત ફિલ્મમાં કેટરીના ફૈફ, તબ્બૂ, અને સુનિલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 5મી જૂને રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન