disha patani birthday special here some unseen pictures
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્કૂલ ડ્રેસથી લઈને બોલ્ડ ફોટો સુધી, 500 રૂપિયા લઈને મુંબઈ આવેલી દિશાની સંઘર્ષ કથા

સ્કૂલ ડ્રેસથી લઈને બોલ્ડ ફોટો સુધી, 500 રૂપિયા લઈને મુંબઈ આવેલી દિશાની સંઘર્ષ કથા

 | 12:57 pm IST

કપડાને લઈને અને અફેરને લઈને બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચાતી હિરોઈન એટલે દિશા પટણી. 13 જૂને એ પોતાનો 26મો જન્મ દિવસ ઉજવી રહી છે. તેલુગુ ફિલ્મથી આ હિરોઈને પોતાનું કરિયર ચાલુ કર્યું હતું. તો વળી બોલિવૂડમાં એમ એસ ધોની ફિલ્મથી ડેબ્યું કર્યું હતું.

2015માં દિશાએ ટાઈગર સાથે એક મ્યુઝિક આલ્બમ કર્યો હતો. બસ ત્યારથી જ બંન્નેની અફેરની વાતો શરૂ થઈ હતી. પાર્ટીમાં, ડિનરમાં એ રીતે ઘણી જગ્યાએ બંન્ને સાથે જોવા મળતા હતા. દિશાને બોલિવૂડની બોલ્ડ હિરોઈનમાંની એક માનવામાં આવે છે. તાજેતરમાં દિશા સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં જોવા મળી હતી.

એક ઇન્ટરવ્યુમાં દિશાએ જણાવ્યું હતું કે એક્ટિંગના સપનાને પૂરુ કરવા માટે તેણે વચ્ચે જ ભણવાનું છોડી દીધું હતું. તે ફક્ત 500 રૂપિયા લઇને મુંબઇ આવી હતી. તે એકલી રહીને કામ કરતી હતી પરંતુ તેણે પરિવારની મદદ ન લીધી. દિશા પટણી એક ઉમદા ડાન્સર છે.

રણબીર કપૂર દિશાનો સૌથી મોટો ક્રશ હતો. સ્કૂલ જતી વખતે દિશા તે જ રસ્તે જતી જ્યાં રણબીર કપૂરના પોસ્ટર લાગેલા હોય. તે પોસ્ટરને ત્યાં સુધી જોતી રહેતી જ્યાં સુધી તેની નજરથી તે પોસ્ટર ગાયબ ન થઇ જાય. આ ચક્કરમાં તો ઘણીવાર તેનું એક્સિડન્ટ પણ થઇ ગયું હતું અને શરીરે ઈજા પણ થઈ હતી. એક સમયે જાતે મહેનત કરીને ઘર ચલાવતી દિશાએ આજે બાંદ્રામાં પોતાનું ઘર ખરીદ્યું છે. તેણે આ નવો એપાર્ટમેન્ટ 2017માં પોતાની જાતને ગિફ્ટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન