disha patani openly said on relation with tiger shroff
  • Home
  • Entertainment
  • Bollywood
  • લવર વિશે જાહેરમાં દિશા જે બોલી એની ટાઈગરે કલ્પના જ નહીં કરી હોય, ‘વર્ષોથી ટ્રાઈ મારુું છું પણ…’

લવર વિશે જાહેરમાં દિશા જે બોલી એની ટાઈગરે કલ્પના જ નહીં કરી હોય, ‘વર્ષોથી ટ્રાઈ મારુું છું પણ…’

 | 6:39 pm IST

અભિનેત્રી દિશા પટણી અને ટાઈગર શ્રોફનું લવ અફેર દેશના ખુણે ખુણા સુધી ચર્ચાયું હતું અને હજુ પણ વાતો થઈ રહી છે. પરંતુ બે માંથી કોઈએ આ બાબતે ખુલાસો કર્યો નથી. હવે અભિનેત્રી દિશાને આ બાબતે જે કંઈ હતું એ કહી દીધુ. એવું નિવેદન આપ્યું કે, બધા ચોંકી ગયા.

દિશાએ ટાઈગર શ્રોફ સાથે ડેટિંગનાં પ્રશ્ન પર વાત કરતાં કહ્યું હતું કે, તે ટાઈગરને ડેટ નથી કરી રહી પરંતુ તે ટાઈગરને ઈમ્પ્રેસ કરવા માંગે છે. શું તે ટાઈગરને ડેટ કરી રહી છે? આવો સલાલ જ્યારે દિશાને કરવામાં આવ્યો ત્યારે, જવાબ આપ્યો કે, હું આજકાલની નહીં પણ ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છું. પરંતુ કોઈ જુગાડ અસર નથી કરતો.

આટલું સાંભળીને આદિત્યએ પણ વચ્ચે બે બોલ કહ્યા કે, શું ખરેખર તું ટાઈગર માટે મહેનત કરે છે? તો દિશાએ જવાબ આપ્યો કે, હા તેના માટે કંઈક સારો આઈડિયા આપો. ટાઈગર ખુબ ધીમી ગતિનો માણસ છે. તે મારી ભાવનાને ક્યારેય ન સમજી શક્યો. મેં તેમને ઈમ્પ્રેસ કરવા માટે ઘણું કર્યું. જેમ કે, જિમ્નાસ્ટિક શીખ્યું. એક ફિલ્મમાં રીંગ સ્ટંટ પણ કર્યું. તે છતાં તેઓ મારાથી આકર્ષિત ન થયો. ઉલ્લેખનીય છે કે, દિશા પોતાની આગામી ફિલ્મ મલંગનું પ્રમોશન કરી રહી છે. તે આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે દેખાશે.

આ વીડિયો પણ જુઓ: વાઘોડિયામાં MGVCLની બેદરકારી સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન