Disha Patani seen posing on the bed in the night wear, Photo Viral
  • Home
  • Photo Gallery
  • દિશા પટની નાઈટવેરમાં પલંગ પર પોઝ આપતી નજરે પડી, તસવીરો થઈ વાયરલ

દિશા પટની નાઈટવેરમાં પલંગ પર પોઝ આપતી નજરે પડી, તસવીરો થઈ વાયરલ

 | 2:21 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના હોટ ફોટોથી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નાઇટ વેરમાં બેડ પર પડેલી ખૂબ જ સેક્સી અને મનમોહક શૈલીમાં એક તસવીર શેર કરી છે. આ ફોટો પર અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ બોલ્ડ તસવીર શેર કરતી વખતે દિશાએ કેપ્શનમાં લખ્યું – ‘હું મારી દરેક રાતની ઉજવણી જાણે મારી પહેલી રાત છે, આ મારું બેડરૂમનું રહસ્ય છે.’

દિશા પટની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. આ અગાઉ તેણે પોતાની કેટલીક નવી તસવીરો શેર કરી હતી, જેમાં તે બ્લેક ડ્રેસમાં પોઝ કરતી જોવા મળી હતી. આ પહેલા દિશાએ એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે સ્વીમસ્યુટમાં જોવા મળી હતી. દિશાની આ તસવીરને સોશિયલ મીડિયા પર 21 લાખથી વધુ લાઈક્સ મળી છે. જણાવી દઈએ કે દિશા એ ફિટનેસ ફ્રીક છે. આ ફોટોશૂટમાં પણ તે પોતાનો ફીટ બોડી બતાવતી નજરે પડી હતી. 27 વર્ષીય તેની ફિટનેસ પર સતત કામ કરે છે. તેની વર્કઆઉટ રૂટીનમાં મિક્સમાર્શલ આર્ટસ, ડાન્સિંગ, પાઈલેટ્સ, વેઇટ ટ્રેનિંગ અને યોગ શામેલ છે.

આ વીડિયો પણ જુઓ – PM મોદી અને પ્રેસિડેન્ટ શીં જીનપીંગ સાથે મુલાકાત સ્પેશિયલ ડિબેટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન