Disha Patani Shared Her Beautiful Photos On Instagram
  • Home
  • Featured
  • Photos: દિશા પટનીએ તેની બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો કરી શેર, જોતા રહી જશો દરેક Pics

Photos: દિશા પટનીએ તેની બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો કરી શેર, જોતા રહી જશો દરેક Pics

 | 3:05 pm IST

બોલીવુડ અભિનેત્રી દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ દિશાની તસવીરોને ઘણી જ પસંદ કરે છે. તાજેતરમાં જ દિશાએ પોતાની કેટલીક હૉટ એન્ડ બ્યૂટીફુલ તસવીરો શેર કરી છે જેમાં તેનો હૉટ અંદાજ જોઇને ભલભલાની આંખો સ્તબ્ધ થઇ જશે.

દિશા પટની જલ્દી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં મહત્વનું પાત્ર નિભાવતી જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ પૂર્ણ થયું છે. ઉલ્લેખનીય છે કે દિશા પટની પોતાની હૉટ તસવીરો શેર કરતા ખચકાતી નથી. તેણે ઘણીવાર પોતાની બિકિની તસવીરો પણ શેર કરી છે. તો યૂઝર્સે ઘણીવાર તેને આ રીતની તસવીરો શેર કરવાને કારણે ટ્રોલ પણ કરી છે. દિશાએ બોલીવુડમાં પોતાની જગ્યા ઘણી ઝડપથી બનાવી દીધી છે. તે ફિલ્મ ‘ભારત’માં સલમાન ખાન સાથે જોવા મળશે.

દિશા અને ટાઇગર શ્રોફ રિલેશનશિપમાં છે તેવું કહેવામાં આવે છે, પરંતુ જ્યારે પણ બંનેને આ વિશે પુછવામાં આવે છે ત્યારે તેઓ ‘જસ્ટ ફ્રેન્ડ’ છીએ તેવું કહે છે. જો કે તાજેતરમાં જ બંનેએ સગાઈ કરી લીધી છે તેવું તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોતા લાગે છે. ટાઇગર અને દિશાએ એન્ગેજમેન્ટ રિંગ સાથેની તસવીરો શેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન