Disha Patni was spotted with the star cast of the Malang film on Valentine's Day
  • Home
  • Entertainment
  • Bollywood
  • વેલેન્ટાઇન-ડેના દિવસે ટાઇગર શ્રોફને પડતો મૂકી આ વ્યક્તિ સાથે જોવા મળી દિશા પટની

વેલેન્ટાઇન-ડેના દિવસે ટાઇગર શ્રોફને પડતો મૂકી આ વ્યક્તિ સાથે જોવા મળી દિશા પટની

 | 2:07 pm IST

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અને ટાઇગર શ્રોફ વચ્ચે કેમિસ્ટ્રી તો તેમના તમામ ફેન્સ સમજે છે. આ બંન્ને સ્ટાર્સ ગચ ગણા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. ટાઇગરના પિતા જેકી શ્રોફને પણ જ્યારે તેમના સંબંધને લઇ સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ પણ અપ્રત્યક્ષ રીતે તેનો સ્વીકાર કરતા રહ્યા છે. આજે વેલેન્ટાઇન ડે છે અને આ ખાસ અવસરે દિશા પોતાના બોયફ્રેંડ ટાઇગર શ્રોફ સાથે નહી પરંતુ બીજા લોકો સાથે સમય પસાર કરી રહી છે.

દિશા પટણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમા તે ટાઇગર શ્રોફ સાથે નહી પરંતુ પોતાની ફિલ્મ મલંગની ટીમ સાથે છે. તસવીરમાં મલંગનો તેનો કો-સ્ટાર આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કૃણાલ ખેમૂ અને અમ-તા ખાનવિલકર નજર આવી રહી છે. ફોટોના કેપ્શનમાં દિશાએ લખ્યું,”મારા પસંદગીના લોકો સાથે’. આ તસવીરને માત્ર 1 કલાકમાં અઢી લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.

તસવીર પર કોમેન્ટ બોક્સમાં દિશા પટણીના ફેન્સ ટાઇગર શ્રોફને લઇ સવાલો કરી રહ્યા છે. કેટલાક ફેન્સે કોમેન્ટ બોક્સમાં પૂંછ્યુ- ટાઇગર ક્યાં છે? ત્યાં જ કેટલાક અન્ય ફેન્સે દિશાને યાગ અપાવ્યુ કે આજે બ્લેક ડે છે અને તેમને આ વાતનું ધ્યાન રાખવું જોઇએ. કેટલાક અન્ય પ્રશંસકોએ દિશાને વેલેન્ટાઇન ડેની વિશ કરી છે.

તમને જણાવી દઇએ કે, દિશા પટણીની ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ હતી. ફિલ્મને સિનેમાઘરોમાં એક અઠવાડિયું થઇ ગયું છે. ફિલ્મને ક્રિટિક્સ અને પબ્લિકે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને ફિલ્મે કમાણી પણ સારી કરી છે. મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મમાં દિશા પટણી અને આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન