Disha Salian's LAST VIDEO hours before she died goes viral on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતની એક્સ મેનેજર દિશાનો છેલ્લો વીડિયો વાયરલ, મોતના થોડાક કલાક પહેલા જ પાર્ટીમાં…

સુશાંતની એક્સ મેનેજર દિશાનો છેલ્લો વીડિયો વાયરલ, મોતના થોડાક કલાક પહેલા જ પાર્ટીમાં…

 | 2:27 pm IST
  • Share

સુશાંત સિંહ રાજપુતની સાથે જ તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની મોતનું કારણ પણ હાલ સામે આવ્યું નથી. સુશાંત અને દિશાના મોતને જોડીને અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જે બાદ દિશાના માતા-પિતા સામે આવ્યા છે અને અફવાઓ ન ફેલાવવા માટે કહ્યું છે. જ્યારે હવે  દિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે તેની મોતના થોડાક સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો.

આ વીડિયોને લઇ દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયો દિશા સાલિયાનની પાર્ટીનો છે. આ પાર્ટીમાં દિશા તેના મંગેતર રોહન રોય અને નજીકના મિત્રો સાથે જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વીડિયો દિશાના મિત્રોના વોટ્સએપ ગ્રુપ પર શેર કરવામાં આવી રહ્યો છે.

દિશા મલાડ સ્થિત એક ફ્લેટમાં રહેતી હતી. વીડિયોમાં તે ઋત્વિક રોશનની ફિલ્મ મિશન કશ્મીરના ગીત રિંદ પોશમાલ પર ડાન્સ કરતી નજરે પડી રહી છે. જણાવી દઇએ કે દિશા સાલિયાનની મોત 9 જૂને મુંબઇમાં થઇ હતી. પોલીસનું કહેવું છે કે તેણે બિલ્ડિંગના 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે દિશા સાલિયાનના માતા-પિતાએ ચુપ્પી તોડતા કહ્યું કે તેમની દીકરીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું પોતાના ફાયદા માટે અમારી દીકરીને બદનામ ન કરો. તે અમારી એકની એક દીકરી હતી, અમે અમારી એકની એક દીકરીને ગુમાવી છે. હવે લોકો તેની છબી ખરાબ કરી રહ્યા છે. તે લોકો આવી રીતે સતામણી કરી અમને પણ મારી નાખવા માંગે છે. અમારી ભારતના લોકોથી ,દરેક મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય દરેક લોકોથી કહેવું છે કે બધુ ખોટું છે. દરેક ખબરો ખોટી અને અફવા છે.

દિશાની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કહ્યું છે કે આ અફવાઓ રોકો. અમે આ કારણથી ખરાબ રીતે પરેશાન છીએ, હવે અમારી પાસે આ ખોટી ખબરો સાંભળવાની કોઇ તાકાત બચી નથી. રાજનેતાઓના આરોપ પર દિશાની માતાએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. હાલમાં જ બીજેપી સાંસદ નારાયણ રાણેએ આરોપ લગાવ્યો હતો કે દિશા સાલિયાનની મોતથી પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને તે બાદ તેની હત્યા કરવામાં આવી, આ આરોપ નારાયણ રાણેએ ઓટોપ્સી રિપોર્ટના હવાલાથી લગાવ્યો હતો. જ્યારે સોશિયલ મીડિયા પર દિશા અને સુશાંતની મોતને જોડીને જોવામાં આવી રહી છે.

આ પણ જુઓ : પોરબંદરનું માધવપુર માધવરાયજી મંદિર બંધ રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન