disha vakani husband mayur surprising revelations about daya return
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિશા વાકાણીના પતિએ રોન કાઢી, કહ્યું- દયા શોમાં નથી આવતી, હજુ એક વાતે અટક્યું છે!

દિશા વાકાણીના પતિએ રોન કાઢી, કહ્યું- દયા શોમાં નથી આવતી, હજુ એક વાતે અટક્યું છે!

 | 1:28 pm IST

તારક મહેતા શો હાલમાં તો એવું લાગે કે દયાભાભીના કારણે જ ચર્ચામાં છે. રોજ કંઈક અને કંઈક નવી ખબરો આવી રહી છે. થોડીવાર એવું સામે આવે કે દયા આવી રહી છે તો ફરી એવા પણ સમાચાર આવે કે દિશા વાકાણી હવે નથી આવી રહી. પરંતુ હાલમાં જ આસિત મોદીએ કન્ફોર્મ કર્યું કે તે આવી રહી છે. એવામાં હવે દિશાના પતિ મયુર પંડ્યાનું એક નિવેદન સામે આવ્યું છે  કે જેની ચોતરફ ચર્ચા થવા લાગી છે.

એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં દિશાના પતિ મયુરે જણાવ્યું કે, તેણે એપિસોડ માટે માત્ર એક પોર્શન જ શુટ કર્યો છે. મેકર્સ સાથે હજુ અમારી વાત પુરી રીતે ખત્મ નથી થઈ. માટે દિશા અત્યારે શોમાં હંમેશા માટે નથી આવી રહી. એવી આશા રાખીએ છીએ કે અમે સમાધાન સુધી વાત લઈ જઈ શકીએ.

આ તરફ આસિત મોદી એ વાતથી પણ ખુશ છે કે દિશા નાનકડા પોર્શન માટે જ આવી રહી છે. તેમને આશા છે કે દિશા શોમાં જલ્દી જ ફરીથી એન્ટ્રી કરશે અને હંમેશા માટે તારક મહેતા જોઈન કરશે. આસિતનું કહેવું છે કે અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમે જલ્દી જ કોઈ સમાધાન તરફ આગળ વધશું. અમે લાંબા સમયથી દિશા સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેવું મે આગળ પણ વાત કરી હતી કે કોઈ  કેરેક્ટર એ શોથી મોટું ન હોઈ શકે.

આ પહેલા એવી ખબર આવી હતી કે દિશા શોમાં નવરાત્રિ પર એન્ટ્રી કરવાની છે. પરંતુ મયુર પંડ્યાના આ નિવેદન બાદ ફરીથી હવે બધાને દિશાની વાપસી પર શંકા થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી 2017થી નથી જોવા મળી. તે મેટરનિટી લીવ પર ગઈ એ ગઈ પછી આવી જ નથી. ઘણા ફેન્સ દિશા વાકાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં વાલીઓ માટે ચેતવણી પોલીસે કરી લાલઆંખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન