ટેલિવિઝનની લોકપ્રિય વહુ બનશે નવી દયાભાભી? નામ જાણીને લાગશે આંચકો - Sandesh
NIFTY 10,575.85 +27.15  |  SENSEX 34,487.55 +92.49  |  USD 65.6700 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટેલિવિઝનની લોકપ્રિય વહુ બનશે નવી દયાભાભી? નામ જાણીને લાગશે આંચકો

ટેલિવિઝનની લોકપ્રિય વહુ બનશે નવી દયાભાભી? નામ જાણીને લાગશે આંચકો

 | 6:34 pm IST

સબ ટીવી પર આવતી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરતી એક્ટ્રેસ ભૂમિકા ભજવતી દિશા વાકાણી હાલમાં પ્રેગ્નન્ટ છે. ચર્ચા પ્રમાણે દિશા મેટરનીટી બ્રેક લેવાની છે. તે છેલ્લાં બે મહિનાથી શૂટ પર આવતી નથી. હવે તે મેટરનીટી લિવ પર જવાની છે. દિશાએ પોતાના શોના મેકર્સ સાથે આ અંગે ચર્ચા કરી લીધી છે.

આ સંજોગોમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઇ છે કે દિશા વાકાણીના સ્થાને ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’માં તેના સ્થાને નવી ‘દયા’ આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દિશા વાકાણીને હાલમાં ત્રીજો મહિનો જઇ રહ્યો છે અને તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ અપાઇ છે. આ પરિસ્થતિમાં દિશાની જગ્યાએ જીયા માણેક નવા દયાભાભી બની શકે છે. જીયા માણેક ‘સાથ નિભાના સાથ’માં ગોપીવહુનો રોલ કરીને જાણીતી બની હતી. જોકે પછી તેના નખરાંને કારણે તેને પડતી મૂકાઈ હતી અને દેવોલીના ભટ્ટાચાર્યને ગોપીવહુનો રોલ મળી ગયો હતો.

અમદાવાદમાં જન્મેલી જીયા માણેકનો ઉછેર મુંબઇમાં થયો છે. જીયાએ રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’, ‘સાથિયા સાથ નિભાના’ અને ‘જીની ઔર જૂજૂ’માં કામ કર્યું હતું.