Disha Vakani Will Not Act In Tarak Mehta anymore
  • Home
  • Entertainment
  • ‘તારક મહેતા…’માં હવે નહીં જોવા મળે દયા બેન! પતિએ રાખી દીધી આ મોટી શરત

‘તારક મહેતા…’માં હવે નહીં જોવા મળે દયા બેન! પતિએ રાખી દીધી આ મોટી શરત

 | 6:24 pm IST

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે તમે દિશા વાકાણી ઉર્ફે દયા બેનને નહીં જોઈ શકો. ગત દિવસોમાં સમાચાર હતા કે દિશા જલ્દી શૉમાં પુનરાગમન કરી શકે છે. આ સમાચાર દિશા વાકાણીનાં ફેન્સ માટે ખરેખર આનંદનાં હતા. જો કે દિશાએ શૉ માટે પોતાની ફી જરૂરીથી વધારે દીધી હતી. ગત વર્ષ ડિસેમ્બરથી દિશા વાકાણી શૉથી દૂર છે. તેમના ફેન્સ સતત પડદા પર તેમની રાહ જોઈ રહ્યા છે.

પતિ મયૂર ઇચ્છે છે કે દિશા બાળકની સાર-સંભાળ રાખે

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દિશા વાકાણી હવે શૉ નહીં કરે. કહેવામાં આવે છે કે દિશાનાં શૉમાં પરત આવવાનાં નિર્ણયથી તેનો પતિ મયૂર ખુશ નહોતો. તેઓ ઇચ્છે છે કે દિશા પોતાનું કેરિયર છોડીને બાળકની સાર-સંભાળ પર ધ્યાન આપે. દિશાની દીકરી અત્યારે ઘણી નાની છે, આવામાં તેનો પતિ ઇચ્છે છે કે દિશાનું સંપૂર્ણ ધ્યાન અત્યારે બાળકની કાળજી લેવામાં હોય. આ પહેલા શૉમાં પુનરાગમન કરવાને લઇને દિશાએ શરત રાખી હતી કે તે દરેક એપિસોડનાં 1.50 લાખ રૂપિયા ચાર્જ કરશે. આ ઉપરાંત તે કોઇપણ સિચ્યુએશનમાં સાંજે 6 વાગ્યા પછી કામ નહીં કરે. દિશા સાંજે 11 વાગ્યાથી લઇને 6 વાગ્યાની શિફ્ટમાં કામ કરશે. એટલું જ નહીં દિશા મહિનામાં 15 દિવસ જ કામ કરશે, જ્યારે બાકીનાં એક્ટર્સ 22-25 દિવસ કામ કરી રહ્યા છે.

મેકર્સને દિશા માટે સ્ટોરીલાઇનમાં કરવો પડ્યો હતો બદલાવ

દિશા વાકાણી ગયા વર્ષે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળી હતી. દિશાએ મૈટરનિટી લિવ લીધી હતી, ત્યારબાદ ફેન્સ સતત તેના પુનરાગમનની રાહ જોતા હતા. તેના ના હોવાથી મેકર્સે સ્ટોરીલાઇનમાં પણ બદલાવ કર્યો. હવે તેઓ વધારે બદલાવ કરવા નથી ઇચ્છતા. આ કારણે તેમણે દિશાને પરત આવવા કહ્યું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે.