Dismissed staff amid government hospital doctor-staff shortages
  • Home
  • Ahmedabad
  • તંત્ર બેધ્યાન: હોસ્પિટલોમાં સ્ટાફની અછત છતા આટલા કર્મીઓને છૂટા કરાયા

તંત્ર બેધ્યાન: હોસ્પિટલોમાં સ્ટાફની અછત છતા આટલા કર્મીઓને છૂટા કરાયા

 | 1:06 pm IST
  • Share

  • ઓમિક્રોનની દહેશત વચ્ચે મનપા તંત્ર ઉદાસીન

  • મનપા સંચાલિત હોસ્પિટલોમાં તબીબ-સ્ટાફની અછત

  • સિવિલમાં વધી રહ્યા છે કોરોના સંક્રમિત દર્દીઓ

ઓમિક્રોનની દહેશત વચ્ચે તંત્ર ઉદાસીન દેખાઇ રહ્યું છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં તબીબ-સ્ટાફની અછત છે. જ્યારે કર્મીઓને છૂટા કરાતા રોષ ફેલાયો છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યાં છે.

કોન્ટ્રાક્ટ પરના 1104 કર્મીઓને છૂટા કરાયા

અમદાવાદમાં આરોગ્ય ભવન ખાતે કર્મીઓએ દેખાવો કર્યો છે. જેમાં કોન્ટ્રાક્ટ પરના 1104 કર્મીઓને છૂટા કરાતા રોષ ફેલાયો છે. તેમાં સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. છૂટા કરાયેલા કર્મીઓમાં 218 નર્સિંગ કર્મી, 4 સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર એટલે કે ક્લાસ વન, 38 મેડિકલ ઓફિસર, 109 પેરા મેડિકલ, 490 સફાઈ કર્મી છુટા કરાયા છે.

કર્મચારીઓમાં રોષ ફેલાયો

તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાંથી ક્લાસ વન 5 ડોકટર, ક્લાસ ટુ – 50 ડોકટર, ઓપરેટર – 10, ફાર્માસિસ્ટ – 4, ટેકનીશિયન – 6, એમ્બ્યુલન્સ ડ્રાઈવર -3, ક્લાસ 4 સફાઈ કર્મી – 70 મળી કુલ 150 થી 200નો સ્ટાફ છુટો કરી દેવામાં આવ્યો છે. તેથી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

જૂનાગઢમાં 108 આરોગ્યકર્મીને છૂટા કરાયા

ઉલ્લેખનિય છે કે દિવાળીનો તહેવાર ગયા બાદ પણ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ રજાના મુડમાં છે. એક બાજુ ઓમિક્રોન વેરિયન્ટ બીજી બાજુ ત્રીજી વેવની સાંભવના છતા તંત્ર કામગીરી નામે મીંડું છે. તેમજ જૂનાગઢમાં 108 આરોગ્યકર્મીને છૂટા કરાયા છે. જેમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે તંત્રનો તઘલખી નિર્ણય છે. તેમાં 65 ડોક્ટર સહિત સ્ટાફને છૂટો કરાતા રોષ ફેલાયો છે.

ડોક્ટરોના 100થી વધુ હોદ્દા ખાલી

એક બાજુ ઓમિક્રોન વેરિયન્ટ બીજી બાજુ ત્રીજી વેવની સાંભવના છતા સિવિલમાં ડોક્ટર્સ, નર્સની અછત છે. ત્યાં સ્ટાફને છુટો કરવામાં આવે છે. તથા ડોક્ટરોના 100થી વધુ હોદ્દા ખાલી છે. આ સિવાય 20 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, જેમાં ફિઝિશિયન, એનેસ્થેશિયા વગેરે સામેલ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. આ સ્થિતિમાં તંત્ર સ્ટાફ વધારવાના સતત પ્રયાસ કરે છે કે માત્ર કાગળ પર બતાવે છે એ એક મોટો પ્રશ્ન છે. જો આ પ્રયાસ કોરોના પહેલા જ કરાયો હોત તો આ રીતે હાલાકી ભોગવવાનો વારો આવતો નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો