Disposal of more than 9 lakh cases in a single day sets a new record
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક જ દિવસમાં 9 લાખથી વધુ કેસનો નિકાલ દેશભરની લોક અદાલતોમાં નવો રેકોર્ડ રચાયો

એક જ દિવસમાં 9 લાખથી વધુ કેસનો નિકાલ દેશભરની લોક અદાલતોમાં નવો રેકોર્ડ રચાયો

 | 7:00 am IST
  • Share

દેશનાં 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક જ દિવસમાં એક સાથે ૩૩ લાખથી વધુ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯ લાખથી વધુ કેસનો નિકાલ કરવાનો નવો રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. નેશનલ લીગલ ર્સિવસિસ ઓથોરિટીનાં કાર્યકારી અધ્યક્ષ સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનાં વડપણ હેઠળ સુપ્રીમ કોર્ટથી લઈને જિલ્લા કોર્ટ તેમજ સેશન્સ કોર્ટ સુધી લોક અદાલતો યોજવામાં આવી હતી

જેમાં પ્રી-લિટિગેશન સ્ટેજનાં 18,50,000થી વધુ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં 9,41,૦૦૦ કેસનો એક સાથે નિકાલ કરવામાં આવ્યો હતો. સેટલમેન્ટ અને દંડ પેટે 3 અબજ 78 લાખથી વધુ રકમ વસૂલ કરાઈ હતી.

વર્ષોથી પેન્ડિંગ પડેલા જૂના 14,62,322 કેસની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં 5,92,612 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. સેટલમેન્ટની રકમ પેટે 19 અબજ 04 કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન