Dispute over two dustbins, AMC will cost more than Rs 20 crore
  • Home
  • Ahmedabad
  • બે ડસ્ટબીનના નામે વિવાદ, AMC કરશે રૂપિયા 20 કરોડથી વધુનો ખર્ચ

બે ડસ્ટબીનના નામે વિવાદ, AMC કરશે રૂપિયા 20 કરોડથી વધુનો ખર્ચ

 | 10:54 am IST
  • Share

  • અમદાવાદીઓને બે ડસ્ટબીન આપવામાં આવશે

  • એકમાં લીલો અને બીજામાં સુકો કચરો રાખવાનો રહેશે

     

આગામી દિવસોમાં અમદાવાદીઓને બે ડસ્ટબીન આપવામાં આવશે. જેમાં એકમાં લીલો અને બીજામાં સુકો કચરો રાખવાનો રહેશે. અમદાવાદ કોર્પોરેશન આ માટે રૂપિયા 20 કરોડથી વધુનો કરશે ખર્ચ કરશે. પરંતુ અગાઉના ડસ્ટબીન ક્યાં છે અને કેટલો ખર્ચ કરશે એ નક્કી જ નથી.

એકમાં ભીનો અને બીજામાં સુકો કચરો રાખવાનો

અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ હેલ્થ કમિટીએ એક ડસ્ટબીન આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સુધારો કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બે ડસ્ટબીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ બે ડસ્ટબીનમાં એકમાં ભીનો અને બીજામાં સુકો કચરો રાખવાનો રહેશે. તંત્ર દ્વારા કરવામાં આવેલ આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.

મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરી ફરી વિવાદમાં

કારણ કે અગાઉ પણ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડસ્ટબીન આપવામાં આવ્યા હતા. અને સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની વાત કરવામાં આવી હતી. જેનો કોઈ અમલ થતો નથી. કચરો લેવા આવતી ડોર ટુ ડોરની ગાડીઓ પણ અલગ કચરો લેતા નથી. એટલે કે અલગ કચરાની વાત કાગળ પર રહી છે. ત્યારે ફરી મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરી ફરી વિવાદ ઊભો થયો છે.

કોર્પોરેટરનાં બજેટમાંથી પણ ડસ્ટબીન આપવામાં આવી

અહીં પ્રશ્ન થાય કે ડસ્ટબીન આપ્યા બાદ લોકો ભીનો સૂકો કચરો અલગ રાખશે ખરા. કોર્પોરેશન દ્વારા રોડ પર ભીના સુકા કચરા માટે ડસ્ટબીન મુકાઈ હતી. જેમાં મોટા ભાગના તૂટી ગઈ કા ગાયબ થઈ ગઈ છે. કોર્પોરેટરનાં બજેટમાંથી પણ ડસ્ટબીન આપવામાં આવી છે તો આ ખર્ચ કરવો કેટલો યોગ્ય છે.

મતબેંક માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે

અગાઉ ડસ્ટબીનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો હતો. ત્યારે દરેક ઘરે ડસ્ટબીન પહોંચશે કે કેમ આમ તો તંત્ર દ્વારા પહેલા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે હવે કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે નહીં વ્યક્તિ જાતે જ ખરીદી કરવી પડશે. હવે આગામી 2022 માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ફરી આ પ્રકારનો નિર્ણય કરી મતબેંક માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને એ માટે મોટો ખર્ચ પણ કરવામાં આવશે. તેમ વિરોધપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો