Disqualified the case of Rajula municipality's case of having 3 children
  • Home
  • Featured
  • કોંગ્રેસીનું સત્તાભોગનું સપનું રોળાયું, પોતાનું બાળક જ બન્યું સસ્પેન્સનનું કારણ

કોંગ્રેસીનું સત્તાભોગનું સપનું રોળાયું, પોતાનું બાળક જ બન્યું સસ્પેન્સનનું કારણ

 | 5:02 pm IST

રાજુલા નગરપાલિકામાં ચૂંટાયેલ કોંગ્રેસી સદસ્ય ને ત્રણ બાળકો હોવાના કેસમાં આજે કલેક્ટરે ગેરલાયક ઠેરવી ખોટા સોગંધનામાં અંગે ફેજદારી ગુનો દાખલ કરવા આદેશ કરાયો છે.

રાજુલા નગર પાલિકામાં મહેશભાઈ ટપુભાઈ ટાંક વોર્ડ નં ૭માંથી ચૂંટાયેલ છે. જેને તા 9-7-2018ના રોજ ત્રીજું સંતાન મહુવા ખાતે જન્મેલ પણ તેને આ સંતાન પોતાના સાઢુભાઈનું હોવાનું મહુવા ચીફ્ ઓફ્સિરને સોગંધનામુ રજુ કરી દાખલામાં ફ્ેરફર કર્યો હતો. બાદમાં ફ્રિયાદી વનરાજભાઈ વરુએ આ બાળક મહેશભાઈ ટાંકનું હોવાના પુરાવા રજુ કરતા કલેકટરે આજે નિર્ણય કરી આદેશ કર્યો હતો.

આ આદેશમાં જણાવ્યા મુજબ રાજુલા નગરપાલિકામાં ચૂંટાયેલ મહેશભાઈ ટપુભાઈ ટાંકને પંચાયત ધારા મુજબ વોર્ડ ન 7 ના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે છે તેમજ કેસમાં ખોટું સોગંધનામી કરી મહુવા નગરપાલિકામાં રેકર્ડમાં નોંધણી ક્રમાંક 4530માં બાળકના પિતાનું નામ મહેશભાઈને બદલે રાકેશકુમાર કરવા માટે ખોટું સોગંધનામુ કરવા બદલ ફેજદારી ફ્રિયાદ દાખલ કરવા ચીફ્ ઓફ્સિર મહુવાને આદેશ કરાયો છે.

આ પણ જુઓ: દાહોદમા દહેજના લિધે યુવતી રહી કુંવારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન