Distribution of voting slips done by children of Surat
  • Home
  • Gujarat
  • ચૂંટણી અધિકારીની ઘોર બેદરકારી, સુરતના બાળકોએ કર્યું મતદાન સ્લીપનું વિતરણ

ચૂંટણી અધિકારીની ઘોર બેદરકારી, સુરતના બાળકોએ કર્યું મતદાન સ્લીપનું વિતરણ

 | 3:36 pm IST

સુરતના કિમ વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમા ચૂંટણી અધિકારીની ઘોર બેદરકારી સામે આવી છે. લોકસભાની ચૂંટણી માટે મતદાન કાપલીની વહેંચણી શાળાના વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ એ ઘરે ઘરે જઈ મતદાન કાપલી લોકો સુધી પહોંચાડી હતી. આમ તો મતદાન કાપલીની વહેંચણી BLO દ્વારા કરવામાં આવે છે પરંતુ જવાબદારી ભર્યું કામ કિમ પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓ ને સોપાતા ચૂંટણી અધિકારીઓ ની કામગિરી પર અને સવાલો ઉઠ્યા છે.

આવનારી 23મી તરીખના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પણ પ્રચાર પ્રસાર માટે કામે લાગ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પણ વિવાદમાં આવ્યા હતા ત્યારે હવે નેતાઓ બાદ ચૂંટણી અધિકારીઓની પણ ઘોર બેદરકારી સામે આવી છે. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન માટેની સ્લીપો વહેંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મતદાન માટેની ચૂંટણી વહેંચણી દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે.

સુરતના કિમ વિસ્તારમાં ચૂંટણી અધિકારીની મોટી બેદરકારી સામે આવી છે આમ તો ચૂંટણી માટેની મતદાન કાપલીની વહેંચણી BLO દ્વારા કરવામાં આવે છે ત્યારે સુરતના કિમ વિસ્તારમાં મતતદાન કાપલીની વહેંચણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી છે આમ તો મતદાન માટેની કાપલી વહેંચવા નું કામ જવાબદારી ભર્યું કહેવાય જે કામ ચૂંટણી અધિકારીઓએ કરવાનું હોય છે ત્યારે આવું જવાબદારી ભર્યું કામ પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓને સોંપી દેવાતા ચૂંટણી અધિકારીઓ ની કામગિરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

આમ તો વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા જતાં હોય છે ત્યારે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ આપવાના બદલે આ પ્રકારનું જવાબદારી ભર્યું કામ સોંપવામાં આવી રહ્યું છે. શાળાના સંચકલોના આદેશથી વિદ્યાર્થીઓએ કિમના અલગ અલગ વિસ્તારોના ઘર સુધી મતદાન કાપલી પહોંચાડી હતી ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે, જે કામ જે કામ ચૂંટણી અધિકારીએ કરવાનું હોઈ છે તે જવાબદારી ભર્યું કામ શાળાના નાના વિદ્યાર્થીઓને કોણે સોંપ્યું. સવાલ એ ઉભો થાય છે કે શાળાના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તક હોવું જોઇએ ત્યારે વિદ્યાર્થીઓના હાથમાં મતદાન સ્લીપ કોણે પકડાવી. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ ઓલપડ ચૂંટણી અધિકારીએ તપાસ ના આદેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન