જિલ્લામાં 'અન્નબ્રહ્મ' યોજના હેઠળ એકપણ ગરીબને અનાજ આપવામાં આવતું નથી ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sabarkantha - Aravali
  • જિલ્લામાં ‘અન્નબ્રહ્મ’ યોજના હેઠળ એકપણ ગરીબને અનાજ આપવામાં આવતું નથી !

જિલ્લામાં ‘અન્નબ્રહ્મ’ યોજના હેઠળ એકપણ ગરીબને અનાજ આપવામાં આવતું નથી !

 | 1:50 am IST
  • Share

હિંમતનગર, તા.ર૬

જિલ્લામાં એવા ૧૦૦ જેટલા નિરાધાર ગરીબો છે કે તેમને બે ટંકનું ભોજન પણ મળતુ નથી. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ફુટપાથ કે રોડ ઉપર અનેક ગરીબો ભુખ્યા સુઈ જાય છે, છતાં પુરવઠા તંત્ર અને મામલતદારના ચોપડે આ આંકડો શુન્ય છે. સરકારની ‘અન્નબ્રહ્મ યોજના’ અંતર્ગત ફુટપાથીયા ગરીબોને મહિને ૧૦ કિલો અનાજ આપવાની જોગવાઈ છે, અને ફુટપાથીયા ગરીબોને અનાજ પુરૂ પાડવાની જવાબદારી મામલતદારની હોય છે. પરંતુ જિલ્લામાં તમામ મામલતદાર આ કામગીરીમાં નિષ્ફળ ગયા હોય તેમ ૧૦૦માંથી એક પણ જણને અનાજ પુરૂ પાડયું નથી, એટલું જ નહી જિલ્લામાં બે ટંકનું ભોજન ન મળતું હોય તેવો એક પણ ગરીબ નથી તેવો રીપોર્ટ સરકારી ચોપડે તૈયાર કરી દીધા છે.

સુત્રોના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનુસાર ભૂખમરા અને કુપોષણના કારણે થતાં મૃત્યુ અટકાવવા માટે રાજ્ય સરકારના અધિકારીઓની ફરજ છે. જેના અનુસંધાને સરકાર તરફથી ભુખમરાના કારણે કોઈ ગરીબનાં મોત ન નિપજે તે માટે પુરવઠા વિભાગમાં અન્નભ્રમ યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબોને વ્યકિતદીઠ ૧૦ કિલો અનાજ પુરૂ પાડવાની આવે છે, અને આ અનાજ પુરા પાડવાની જવાબદારી તાલુકા મામલતદારની હોય છે.

પરંતુ વહીવટીતંત્રના નબળા અધિકારીઓ દ્વારા ગરીબોને યોજના અંગે કોઈ જાણકારી આપવામાં આવતી નથી જેના કારણે સાબરકાંઠા જિલ્લામાં આ યોજના માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે. હિંમતનગર સહિત અનેક તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક ગરીબો ભોજન વગર જ સુઈ જતા હોવાના દશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે મામલતદારને ફુટપાથીયા ગરીબોને ૧૦ કિલો અનાજ વિના મુલ્ય આપવાની સત્તા આપી છે પરંતુ આળસુ અધિકારીઓ ગરીબોને અનાજ પુરૂ પાડવાના બદલે ‘કોઈ ગરીબ છે જ નહીં’ તેવા રીપોર્ટ તૈયાર કરી ગરીબોને ભુખે મારતાં હોય છે એટલું જ નહી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ તો એવા રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે કે, જિલ્લામાં બે ટંક ભોજન ન મળતુ હોય તેવો એક પણ ગરીબ નથી’, ત્યારે આ અંગે વધુ યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ગરીબોને ‘અનાજનો કોળીયો’ નસીબ થાય તેમ છે.

માત્ર હિંમતનગરમાં જ રપ જેટલા નિરાધાર લોકો

હિંમતનગરની જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈના જણાવ્યા મુજબ, તેઓ પ્રતિદિન એવા લોકો પાસે પહોંચી જતાં હોય છે કે જેમનો કોઈ જ આધાર કે આશ્રય હોતો નથી, અને તેવા નિરાધાર લોકોને જમવાનું આપે છે, તેમની ગણતરી મુજબ સમગ્ર હિંમતનગરમાં રપ જેટલા, જયારે સમગ્ર જિલ્લાની સંખ્યા જોઈએ તો ૧૦૦ જેટલા આશ્રયવિનાના લોકો છે.

કેવા ગરીબોને વિના મુલ્ય અનાજ મળી શકે છે ?

શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં ફુટપાથ ઉપર કે બસ તેમજ રેલ્વે સ્ટેશન પાસે પોતાની જીંદગી ગાળતા કે જેમના પરિવારમાં કોઈ નથી ? તેમનું નામ પણ તેમને ખબર નથી ? જેમનું નામ સરકારી રેકર્ડમાં પણ ન હોય તેવા ગરીબને પુરવઠા વિભાગની અન્નભ્રમ યોજના અંતર્ગત મહિને ૧૦ કિલો અનાજ વિના મુલ્ય  આપે છે અને અનાજ પુરૂ પાડવાની જવાબદારી જે તે વિસ્તારના મામલતદારની હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો