District Police chief suspended PSI and 2 constables at sayla in Gujarat
  • Home
  • Gujarat
  • જિલ્લા પોલીસ વડાએ PSI અને 2 કોન્સ્ટેબલ કર્યા સસ્પેન્ડ, કારણ જાણી હબકી જશો

જિલ્લા પોલીસ વડાએ PSI અને 2 કોન્સ્ટેબલ કર્યા સસ્પેન્ડ, કારણ જાણી હબકી જશો

 | 9:19 pm IST

સુરેન્દ્રનગરમાં સાયલાના PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે. સાયલામાં RR સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં 600થી વધુ દારૂઓની પેટી પકડાઈ હતી.

સાયલામાં આરઆર સેલએ દારૂની રેડ કરવામાં આવી હતી. જેમાં 600થી વધુ દારૂની પેટીઓ પકડાઇ હતી. જેમાં લાખોનો મુદ્દામાલ હતો. તેથી જીલ્લા એસ.પીએ આટલી મોટી સંખ્યામાં દારૂ પકડાતા એરિયાના પોલીસ પર લાલ આંખ કરી છે. જેમાં સાયલા PSI પટેલ સહીત બે કોન્સ્ટેબલને જીલ્લા એસ.પીએ સસ્પેન્ડ કર્યા છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ જેલમાં મોજ મામલે કેદીનોને તમામ સુવિધાઓ મળતી હોવાનો વીડિયો સંદેશ ન્યૂઝએ સૌથી પહેલાં બનાવ્યો હતો. તે જોતા પોલીસ અધિકારીઓના બે અલગ અલઞ રૂપ સામે આવ્યા છે.

જેમાં જેલ મામલે ચુપ અને દારૂ મામલે સસ્પેન્ડ. અનેક ચેકપોસ્ટ અને રાજ્ય ક્રોસ કરી દારૂ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય અને પકડાય છે. ત્યારે દરેક વખતે સ્થાનિક પોલીસનો મરો થાય છે. જેમાં સાયલા PSI તો હજુ હમણાંજ આવ્યા હતા. અને તાજેતરમાં જ સસ્પેન્ડ પણ થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.