જિલ્લાની રામોસણા ગ્રામ પંચાયત વિભાજિત, એન.એ. ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mehsana
  • જિલ્લાની રામોસણા ગ્રામ પંચાયત વિભાજિત, એન.એ. ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી

જિલ્લાની રામોસણા ગ્રામ પંચાયત વિભાજિત, એન.એ. ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી

 | 3:51 am IST
  • Share

મહેસાણા, તા.૨૬

મહેસાણા શહેરના ઓજી વિસ્તારોને સમાવતી ગ્રામપંચાયતનું વિભાજન કરી રામોસણા પંચાયત ઉપરાંત રામોસણા એન.એ.ગ્રામ પંચાયતોની અલગ-અલગ રચના કરતો હુકમ રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને કલેકટરે જારી કર્યો છે. આ બન્ને ગ્રામ પંચાયતોના સરપંચના હોદ્દાની ચૂંટણીઓ માટે અનામત નક્કી કરવામાં આવી છે અને વોર્ડ રચના પણ જાહેર કરવામાં આવી છે. રામોસણા એન.એ. પંચાયતમાં તિરુપતિ તુલસી બંગ્લોઝ વિસ્તારને  સમાવાયો છે.

આ બન્ને નવરચિત ગ્રામ પંચાયતોમાં સને ર૦૧૧ની વસતી ગણતરીના આંકડા અનુસાર બેઠકોના પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે. આસીસ્ટન્ટ કલેકટરે કરેલ દરખાસ્તના આધારે કલેકટર આલોક કુમારે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. રામોસણા અને રામોસણા એન.એ.પંચાયતોમાં મહિલા (સામાન્ય) માટે બેઠકો અનામત રાખવામાં આવી છે.

નોંધપાત્ર છે કે, રામોસણા ગ્રામ પંચાયતમાં ૧૦ વોર્ડમાં વોર્ડ-૧ સામાજિક શૈક્ષણિક પછાત સ્ત્રી, વોર્ડ-ર અને ૩ સામાન્ય સ્ત્રી અને વોર્ડ-૪,વોર્ડ-૬,વોર્ડ-૭, વોર્ડ-૯ અને વોર્ડ-૧૦ની બેઠકો સામાન્ય રાખવામાં આવી છે. જ્યારે વોર્ડ-પની બેઠક અનુસૂચિત જાતિ-સ્ત્રી માટે અને વોર્ડ નંબર-૮ની બેઠક અનુસૂચિત જનજાતિ મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ જ પ્રમાણે રામોસણા એન.એ.પંચાયતમાં ૮ બેઠકો પૈકી ૩ બેઠકો સામાન્ય બિન અનામત-૩ બેઠકો સામાન્ય સ્ત્રી,૧ બેઠક બક્ષીપંચ સ્ત્રી અને અન્ય ૧ બેઠક બક્ષીપંચ માટે અનામત રાખવામાં આવી છે. આમ, રામોસણા ગ્રામ પંચાયતમાંથી વિભાજીત અન્ય પંચાયત રામોસણા એન.એ.માં ઓજી  વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આ હુકમ સંદર્ભે સરપંચ, તલાટી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,પ્રાન્ત અધિકારી વિગેરે સંલગ્ન કચેરીઓને જાણ કરવામાં આવી છે.

રામોસણા એન.એ.માં સમાવિષ્ટ વિસ્તાર

મહેસાણા તાલુકાની રામોસણા પંચાયતનું વિભાજન કરી રામોસણા એન.એ.પંચાયતનું નિર્માણ કરાયું છે. આ નવિન અસિતત્વમાં ઔઆવેલી એન.એ.ગ્રામ પંચાયતમાં તિરૂપતિ તુલસી બંગ્લોઝના ઘર નંબર ૪ થી બ-૧૬૪ સુધીના મકાનોમાં રહેતા રહીશોનો સમાવેશ કરાયો છે. આ નવિન પંચાયત રામોસણા એન.એ.માં વોર્ડની મહિલાઓ માટે અનામત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન