disturbing to see certain elements oppose laws passed by parliament says union minister kiren rijiju
  • Home
  • Featured
  • કાયદાનો વિરોધ કરનારાને લઈને કિરણ રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું…

કાયદાનો વિરોધ કરનારાને લઈને કિરણ રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું…

 | 10:41 am IST
  • Share

  • કાયદાનો વિરોધ કરનારા પર કિરણ રિજિજૂનું મોટું નિવેદન

  • શિયાળુ સત્ર પહેલા આવ્યું નિવેદન

  • સરકારનો નિર્ણય ન માનવો એ ફેશન બની ચૂક્યું છેઃ રિજિજૂ

 

કેન્દ્રીય વિધિ અને ન્યાયમંત્રી કિરણ રિજિજૂએ ઉપદ્રવી તત્વોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકારના નિર્ણયોને ન માનવું એ ફેશન બની ગયું છે. તેઓએ કહ્યું કે આજકાલ લોકો કાયદા અને સંવિધાનિક ચીજોનો જોર શોરથી વિરોધ કરે છે. તેઓએ કહ્યું કે કેટલાક લોકોનો આ દાવો  કરવાનું એક ફેશન બની ચૂક્યું છે. તે સંવિધાનનો સ્વીકાર કરતા નથી. શું આ દેશમાં સંકટની સ્થિતિ નથી?

 

કાયદાનો વિરોધ કરનારા પર કિરણ રિજિજૂએ સાધ્યું નિશાન

મંત્રાલયના એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે જ્યારે સંસદ કોઈ નિયમ પસાર કરે છે કે જ્યારે વિધાનસભા કેટલાક કાયદાને મંજૂરી આપે છે તો ત્યાં સુધી આ કહેવાનું કોઈ કારણ નથી કે અમે આ નિયમનું પાલન કરતા નથી કે અમે આ કાયદાનું પાલન નહીં કરીએ, જ્યાં સુધી તે અસંવૈધાનિક ન હોય.

શિયાળુ સત્ર પહેલા આવ્યું નિવેદન

કિરણ રિજિજૂએ આ ટિપ્પણી સોમવારે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા કરી હતી. સરકારે 3 કૃષિ કાયદાને હટાવવા માટે એક બિલ રજૂ કર્યું છે. 40 ખેડૂત સંઘ 1 વર્ષથી આ કાયદાને હટાવવાને નિરસ્ત કરવાની માંગ કરી રહ્યા છે.

 

સંવિધાનનું સમ્માન કરવું જોઈએઃ કિરણ રિજિજૂ

તેઓએ કહ્યું કે ભારત એક લોકતાંત્રિક દેશ છે એટલે અમને વિરોધનો અધિકાર છે. વૈચારિક મતભેદનો અધિકાર છે. અમને અસહમતિનો અધિકાર છે પણ સંવૈધાનિક રીતે જે પણ કરાયું છે તે તમામનું સમ્માન કરવું, તેઓએ એમ પણ કહ્યું કે કોઈ અધિનિયમ સંવૈધાનિક છે કે અસંવૈધાનિક તેની પર ન્યાયપાલિકાને નિર્ણય લેવા દેવો જોઈએ.
મૌલિક કર્તવ્ય મહત્વનું: રિજિજૂ

કિરણ રિજિજૂએ કહ્યું કે કોઈએ મને પૂછ્યું કે તમે તો મંત્રી છો, કાયદો પાસ થયો તો તમે લાગૂ શા માટે નથી કરી શકતા. મારી પાસે જવાબ ન હતો. મારા માટે મુશ્કેલ હતું. આ સીધા અને સરળ સવાલનો જવાબ ન આપી શક્યો. આપણે તેની પર વિચારવું જોઈએ, જો દરેક વ્યક્તિ સંવૈધાનિક ડ્યુટી સમજી લેશે તો કામ સરળ બનશે. અધિકારો આપણા માટે છે, ડ્યુટી દેશ માટે છે. મૌલિક અધિકાર મહત્ત્વના છે પણ મૌલિક કર્તવ્ય તેનાથી પણ વધારે મહત્ત્વનું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો