રાતોરાત સોશિયલ મીડિયામાં રાહુલ-કોંગ્રેસ ચમકવા લાગ્યાં, પડદા પાછળ 'આ' યુવતીની ભૂમિકા - Sandesh
NIFTY 10,483.30 +2.70  |  SENSEX 34,172.83 +-19.82  |  USD 65.4500 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રાતોરાત સોશિયલ મીડિયામાં રાહુલ-કોંગ્રેસ ચમકવા લાગ્યાં, પડદા પાછળ ‘આ’ યુવતીની ભૂમિકા

રાતોરાત સોશિયલ મીડિયામાં રાહુલ-કોંગ્રેસ ચમકવા લાગ્યાં, પડદા પાછળ ‘આ’ યુવતીની ભૂમિકા

 | 12:48 pm IST

કોંગ્રેસની ડિજિટલ ટીમ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ ખુબ સક્રીય જોવા મળી રહી છે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતાં ત્યારે તેમની સોશિયલ મીડિયા ટીમે મોદી સરકાર પર નિશાન સાધતા ‘વિકાસ ગાંડો થયો’ કેમ્પેઈન ચલાવ્યું હતું. કોંગ્રેસ ટીમની નવી ડિજિટલ ટીમે મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ ખુબ શોર મચાવ્યો છે. કોંગ્રેસની ડિજિટલ ટીમમાં હાલમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યાને ડિજિટલ ટીમની હેડ બનાવવામાં આવી છે. 4 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધીએ આઈટી એન્ડ સોશિયલ મીડિયા સેલ પ્રમુખ દિવ્યા સંપદનાના નેતૃત્વમાં તમામ રાજ્યોની આઈટી એન્ડ સોશિયલ મીડિયા સેલને ભંગ કરી દીધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી લોકો સાથે વધુ પડતા સક્રિય રીતે જોડાતા જોવા મળી રહ્યાં છે.

કન્નડ નેતા રામ્યાએ કહ્યું કે અમે પહેલા મુદ્દાઓ પર વાત નથી કરી. જ્યારથી મેં સોશિયલ મીડિયા સંભાળ્યું છે ત્યારથી કોંગ્રેસના સોશિયલ મીડિયામાં અનેક ફેરફાર જોવા મળ્યાં છે. રામ્યા સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય છે અને સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તારૂઢ પાર્ટીની આલોચના માટે ખુબ જાણીતી છે. આ ફેરફાર ભારતની સૌથી જૂની પાર્ટીમાં ફેરફારો લાવવા માટે કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસની સોશિયલ મીડિયા રણનીતિઓમાં ફેરફાર સ્પષ્ટપણે જોવા મળી રહ્યાં છે.

રામ્યાએ કહ્યું કે જો આપણે રાજનીતિમાં છીએ તો આપણે પણ રમત રમી શકીએ છીએ. છેલ્લા ત્રણ મહિનાઓમાં તેમણે પોતાની ટીમની તાકાતને બમણી કરવા માટે વ્યવસાયી લોકોની ભરતી કરી છે અને કોંગ્રેસની નવી સોશિયલ મીડિયા ટીમના 85 ટકા વ્યવસાયી સભ્યો છે. રામ્યા અગાઉ કોંગ્રેસનાં ડિજિટલ વોર રૂમમાં માત્ર 3 મહિલાઓ હતી.

રામ્યાએ કહ્યું કે ટીમમાં મહિલાઓની સંખ્યા વધ્યા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ એક પ્રભાવી કમ્યુનિકેટર બની છે. અમારી પાસે હવે એક મહિલા કેન્દ્રીત ટીમ છે જે ખુબ ઈન્ટેલિજન્ટ છે. રામ્યાની ટીમ સામે સૌથી પહેલો અને મોટો પડકાર ટ્રોલ અને નકલી સમાચારોનો સામનો કરવાનો છે. જે ઈન્ટરનેટ અને સમાજ બંનેમાં છે. તેણે કહ્યું કે એક નાનકડી ભૂલ કેલિબ્રેટેડ મીડિયા રણનીતિને ખતમ કરી શકે છે.

જેમ કે દિગ્વિજય સિંહ અને મનિષ તિવારએ હાલમાં જે પ્રકારે કરેલા એ ટ્વિટ્સ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. તેની ઉલટી અસર થઈ. રામ્યાએ હસતાં હસતાં કહ્યું કે અમારે આ પ્રકારની ટ્વિટ્સને પહોંચી વળવું પડશે. ગત કેટલાક મહિનાઓમાં કોંગ્રેસ માટે સૌથી વધુ ઉત્સાહવર્ધક સંકેત રાહુલ ગાંધીના ડિજિટલ સ્પેસમાં જોવા મળ્યું છે. પહેલા કોંગ્રેસ નેતા સોશિયલ મીડિયાની હાજરી માટે પણ અનિચ્છુક હતાં પરંતુ હવે તેમના ટ્વિટ્સ સમય પર અને નિર્ણાયક સાબિત થઈ રહ્યાં છે.