‘દિવ્યાંગો કે વાસ્તે ખુલ્લે કરદો રાસ્તે’: જૂનાગઢથી ગાંધીનગર સુધીની દિવ્યાંગોની પદયાત્રા - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ‘દિવ્યાંગો કે વાસ્તે ખુલ્લે કરદો રાસ્તે’: જૂનાગઢથી ગાંધીનગર સુધીની દિવ્યાંગોની પદયાત્રા

‘દિવ્યાંગો કે વાસ્તે ખુલ્લે કરદો રાસ્તે’: જૂનાગઢથી ગાંધીનગર સુધીની દિવ્યાંગોની પદયાત્રા

 | 4:43 pm IST

દિવ્યાંગો કે વાસ્તે ખુલ્લે કરદો રાસતે, હમારી માંગે પુરી કરોના નારા સાથે ધોમધખતા તાપમાં ગત તા.૧ર માર્ચ દાંડી કુચના દિવસે બપોરે કલાકથી સાબલપુર ચોકડીથી ગાંધીનગર સુધીની પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં અન્ય શહેરના દિવ્યાંગો પણ જોડાશે.

છેલ્લા ૧ વર્ષ થી પણ વધુ સમયથી વિવિધ પ્રશ્ને રજુઆત કરવા છતાં કોઈ હલ ન આવતા રપ થી વધુ દિવ્યાંગોએ પૈદલ યાત્રા શરૃ કરી છે. આ યાત્રામાં અન્ય શહેરના દિવ્યાંગો પણ જોડાશે અને ગાંધીનગર ખાતે સીએમને રજુઆત કરશે. આ અંગે રજુઆત કરવા છતાં પણ ઉકેલ નહી આવે તો ધરણા, સત્યાગ્રહ કરાશે. આ અંગે દિવ્યાંગ અધિકારી મંચના પ્રમુખ રમેશ કોરાટે જણાવ્યું હતુ કે, દિવ્યાંગોને મહિને ર હજારનું પેન્શન, ઘર, પોલીટીક્સમાં અનામત, રોજગાર ધંધા માટે લોન, અંત્યોદય કાર્ડ વગેરે સહિતની ૧૧ માંગણીઓ છે.

પદયાત્રામાં હજારો દિવ્યાંગો જોડાશે
જૂનાગઢથી ગાંધીનગર સુધીની પદયાત્રામાં હજારો દિવ્યાંગો જોડાશે તેમ દિવ્યાંગ અધિકાર મંચના ચલાવતા રમેશભાઈ કોરાટે ગોંડલ ખાતે જણાવ્યુ હતુ. રાજયમાં કુલ ર૮ લાખ દિવ્યાંગો છે હાલ રપથી૩૦ દિવ્યાંગો સાથે પદયાત્રા શરૃ કરાઈ છે.