NIFTY 10,303.15 -47.00  |  SENSEX 33,218.81 +-151.95  |  USD 64.9500 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • વડોદરામાં અમદાવાદના દિવ્યાંગ યુવકની ધાતકી હત્યા

વડોદરામાં અમદાવાદના દિવ્યાંગ યુવકની ધાતકી હત્યા

 | 12:01 am IST

પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો.

અમદાવાદના વટવા વિસ્તારના દિવ્યાંગની શુક્રવારે રાત્રે વડોદરાના ગોત્રી અમીન પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા કોર્પોરેશના રિઝર્વેશન પ્લોટમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. દિવ્યાંગના ખિસ્સામાંથી મળેલા પાનકાર્ડના આધારે તેની ઓળખ થઇ હતી. આ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લાગેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે ફળદાયક સાબીત થયાં હતાં. સીસીટીવીમાં દિવ્યાંગ યુવક સાથે તેનો હત્યારો એક્ટિવાની પાછળ બેસેલો નજરે પડતા પોલીસે સેવાસી રોડ આકાશ ઉર્ફે માનિયા ડોન હસમુખ આડતીયાની ધરપકડ કરી લીધી છે

ગોત્રી રોડ અમીન પાર્ટી પ્લોટ પાસેના કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં શુક્રવારે રાત્રે એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને જોતા દિવ્યાંગ યુવકની હત્યા કરાયેલી લાશ હતી. તેની છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારનો ઘા મારેલો હતો. યુવકની લાશથી થોડે દૂર થ્રી વ્હીલ સ્કૂટર પણ મળી આવ્યું હતું. પોલીસે તેના કપડાંની જડતી લેતાં એક પાનકાર્ડ મળી આવ્યું હતું, પાન કાર્ડના આધારે મૃતક યુવકની ઓળખ થઈ તે અમદાવદનો રહેવાસી હતો અને 20 દિવસ પહેલાં જ વડોદરા આવ્યો હતો. યુવકના મૃતદેહનો પોલીસે કબજો મેળવી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જેના પરિણામે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લાગેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે ફળદાયક સાબીત થયા હતા. સીસીટીવીમાં દિવ્યાંગ યુવક સાથે તેનો હત્યારો એક્ટિવાની પાછળ બેસેલો નજરે પડતાં તેનો તાગ મેળવવામાં આવ્યો હતો. જેમાં આરોપી જે છે આકાશ એની પ્રિયા ટોકીઝ પાસે બેઠક છે, આ બંનેની ઓળખ ત્યાં જ થઈ હતી, ત્યાર બાદ હત્યાના દિવસે બંને એક જ એકટીવા પર નીકળ્યા હતા,  મૃતક સુરુજ યાદવ ખુબજ નશામાં જે તે સમયે તે આરોપી આકાશને ગાળો આપતો હતો. દારૂના નશમાં ચુર સુરજ એકા એક આકાશને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને યશ કોમ્પલેક્ષ થઇ ઇસ્કોન હાઇટ્સ પાસે પહોંચતા સુરજે લઘુશંકા જવા માટે એક્ટિવા ઊભા રાખી, ફરી આકાશને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો. એટલે આવેશમાં આવીને આકાશે સુરુજને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. સુરજને લોહીમાં લતપત જોઇ આકાશે તેની એક્ટિવા લઇ અમીન પાર્ટી પ્લોટ પાસે મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે બાતમીના આધારે આરોપી આકાશની સેવાસી રોડ પરની બાપા સીતારામની મઢુલી પાસેથી આકાશ ઉર્ફે માનીયા ડોનની ધરપકડ કરી લીધી હતી, કડક હાથે પૂછપરછ કરતા સમગ્ર બાબત હત્યાની બહાર આવી હતી.

લક્ષ્મી પોલીસ સ્ટેશનના પી આઈ આર આઈ જાડેજાએ જણાવ્યું હતું કે આરોપી આકાશ એ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, અગાઉ તે અંકલેશ્વર ખાતે લૂંટના ગુનામાં તેમજ ગોરવા પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનો, તેમજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેની સામે છેડતીનો ગુનો નોંધાયેલો છે, 3 મહિના અગાઉ જ ભરૂચ જેલમાંથી તેનો છુટકારો થયો છે અને લૂંટના ગુનામાં તે 8 મહિના સુધી જેલમાં રહેલો છે, નજીવી બાબતમાં બોલાચાલી થઈ અને અને અક્ષયે દિવ્યાંગનું ઢીમ ઢાળી દીધું, આ હત્યા એ સમગ્ર વિસ્તારમાં ભરે ચકચાર જગાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો હતો