મા બનવાને લઇ દિવ્યાંકા ત્રિપાઠીએ આપ્યો આવો જવાબ, પતિ વિવેકને લાગશે ઝટકો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મા બનવાને લઇ દિવ્યાંકા ત્રિપાઠીએ આપ્યો આવો જવાબ, પતિ વિવેકને લાગશે ઝટકો

મા બનવાને લઇ દિવ્યાંકા ત્રિપાઠીએ આપ્યો આવો જવાબ, પતિ વિવેકને લાગશે ઝટકો

 | 11:38 am IST

ટેલિવિઝનની પ્રખ્યાત વહૂં દિવ્યાંકા ત્રિપાઠી વધુ એક વખત ચર્ચમાં છે. દિવ્યાંકા હાલમાં સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં નજર આવી રહી છે. આ દરમિયાન તેનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમા તે જિંદગી સાથે સંકળાયેલ કેટલાક રાઝ પરથી પડદો ઉંચકી રહી છે. આ વીડિયો એક ચૈટ શોનો છે જેનો ભાગ દિવ્યાંકા ખુબ જ જલ્દી બનવાની છે. આ દરમિયાન દિવ્યાંકાએ પ્રથમવાર મા બનવાને લઇ ખુલીને વાત કરી છે.

દિવ્યાંકા ખુબ જ જલ્દી રાજીવ ખંડેલવાલના શો ‘જજ્બાત’માં નજર આવશે. આ શો દરમિયાન દિવ્યાંકાએ ન માત્ર પોતાના અફેર વિશે વાત કરી પરંતુ ફેમિલિ પ્લાનિંગને લઇને પણ પોતાની વાત કહી છે. ખરેખર, કેટલાક દિવસો પહેલા દિવ્યાંકાનાં પ્રેગ્નન્ટ હોવાના સમાચારો આવી રહ્યા હતાં. આ વાતમાં કેટલું સત્ય છે તે વિશે દિવ્યાંકાએ જણાવ્યું.

દિવ્યાંકા ત્રિપાઠીએ કહ્યું-‘આ સંપૂર્ણ રીતે પતિ અને પત્નીનો નિર્ણય છે. સમયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઇ શકાય નહી. સૌથી વધારે જરૂરી છે કે, તમારા બંન્નેનો સંબંધ કેવો છે. સમય સાથે પતિ-પત્નીનો સંબંધ ખુબ જ ગાઢ થઇ જાય છે. અમે બંન્ને હાલમાં આ જવાબદારી માટે તૈયાર નથી.’

જજ્બાત ખુબ જ જલ્દી ટેલિકાસ્ટ થવાનો છે જેના પ્રથમ મહેમાન દિવ્યાંકા અને વિવેક દહિયા હશે. હાલમાં આ શોનો પ્રથમ પ્રોમો વાઇરલ થઇ રહ્યો છે, જેમા દિવ્યાંકા પતિ વિવેક સાથે કેટલાક રોમેન્ટિક ક્ષણો વિતાવતી નજરે પડી રહી છે. ત્યાં જ એક સવાલ તેને ભાવૂક પણ કરે છે. દિવ્યાંકા પ્રોમોમાં એવું પણ કહી રહી છે કે, બ્રેક અપનાં કારણે તેના જીવનનાં 8 વર્ષ બર્બાદ થઇ ગયા.