Diwali By Surat's diamond industry is booming again, with 83 per cent demand and revenue of over Rs 12,000 crore
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • દિવાળી ટાણે હીરા ઘસુ માટે સારા સમાચાર, 83 ટકા માંગ અને 12 હજાર કરોડથી વધુની આવક થશે

દિવાળી ટાણે હીરા ઘસુ માટે સારા સમાચાર, 83 ટકા માંગ અને 12 હજાર કરોડથી વધુની આવક થશે

 | 2:25 pm IST
  • Share

કોરોના માહામારી (Corona) બાદ લોકડાઉન (Lockdown)માં ચાર મહિના સુધી બંધ રહેલો ડાયમંડ ઉદ્યોગ (Surat Diamond Industry) ફરી ધમધમતો થયો છે. એશિયાઈ દેશો (Asian countries)માંથી પણ પોલિશ્ડ ડાયમંડ (Polished Diamond)ની સામી દિવાળીએ ડિમાન્ડ નીકળતા હીરા વેપારીઓ સાથે રત્નકલાકારો પણ હાલ ચિંતા મુક્ત બન્યા છે. અંદાજે 83 ટકાની માંગ અને 12 હજાર કરોડ કરતા વધુની આવક થશે.

કોરોનાની વર્તમાન સ્થિતિમાં પણ સુરતનો હીરા ઉદ્યોગ 80 ટકા વર્કફોર્સ સાથે કામ કરી રહ્યો છે, બીજી બાજુ દિવાળી વેકેશન પણ આ વખતે ટૂંકું રહેશે. જેના કારણે રત્નકલાકારોની પણ દિવાળીએ સારી એવી રોજગારી પ્રાપ્ત થઈ રહેશે. લોકડાઉન બાદ હીરા ઉદ્યોગની સ્થિતિ પહેલાની જેમ ટૂંક જ સમયમાં રાબેતા મુજબ થાય તેવા સંકેત હીરા ઉદ્યોગકારો સહિત રત્નકલાકારોને પણ વર્તમાન સ્થિતિમાં દેખાય રહ્યા છે.

જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે, અત્યારે એપ્રિલ સપ્ટેમ્બર 2019થી 2020માં 37 ટકા ડાઉનફોલ રહ્યો પરંતુ 83 ટકા કવર થઈ ચૂક્યું છે. ડોમેસ્ટિક માર્કેટ ખૂબ જ સારું છે. વર્કરોની ડિમાન્ડ પણ ખૂબ જ વધી છે. વેકેશન પણ 5 દિવસનું ટૂંકું જ રહેશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ 75થી 80થી 83 ટકાના વર્કફોર્સ સાથે કાર્યરત છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ખૂબ જ પોઝિટિવ વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ ડિમાન્ડ વધી છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે અમેરિકા, હોંગકોંગ, યુરોપ અને દુબઇ જેવા દેશોમાં ધીરેધીરે માર્કેટ ખુલવાના કારણે ત્યાંથી સુરતના હીરા ઉદ્યોગને પણ ઓર્ડરો મળી રહ્યા છે. જેથી સુરતના હીરા ઉદ્યોગમાં માહોલ કંઈક અલગ જોવા મળી રહ્યો છે.

જુઓ આ પણ વીડિયો: PM મોદીની સંપત્તિ 1 વર્ષમાં 36 લાખ વધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન