દિવાળીના તહેવારો પહેલાં સોનાના ભાવ વધ્યા : 10 ગ્રામના 33 હજાર - Sandesh
  • Home
  • Ahmedabad
  • દિવાળીના તહેવારો પહેલાં સોનાના ભાવ વધ્યા : 10 ગ્રામના 33 હજાર

દિવાળીના તહેવારો પહેલાં સોનાના ભાવ વધ્યા : 10 ગ્રામના 33 હજાર

 | 2:47 am IST

દિવાળીના તહેવારો પહેલાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. વિદેશી બજારોમાં સોનાના ભાવોમાં અચાનક વધારો થતા સ્થાનિક જ્વેલર્સ દ્વારા નવેસરથી ખરીદીના પગલે બીલ વગર સોનાના ભાવ આજે ૧૦ ગ્રામે રૂપિયા ૩૦૦ વધી રૂ.૩૨,૨૦૦ થયા હતા. જ્યારે બીલમાં ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ.૩૩,૦૦૦ થઈ ગયો હતો.

સોનાની સાથો-સાથ ચાંદીના ભાવમાં પણ વધારો જોવાયો હતો. હાજર ચાંદીનો ભાવ એક કિલોએ રૂપિયા ૩૫૦ વધી રૂ.૩૯,૭૫૦ થયો હતો. ઔદ્યોગિક યુનિટો અને સિક્કા ઉત્પાદકો દ્વારા ઉપાડને કારણે ચાંદીના ભાવમાં વધારો થયો હતો. દિવાળીમાં સોનામાં ખરીદી નીકળશે તેના લીધે આગામી દિવસોમાં ભાવો વધી શકે તેમ છે. દિવાળીના તહેવારો પહેલાં સોનાના ભાવ વધ્યા છે. લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલાં જ સોનાના ભાવ વધ્યા છે.

જવેલર્સના જણાવ્યા મુજબ, કમજોર એશિયન શેરબજાર,અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર અંગે ચિંતા અને ઊંચા અમેરિકી વ્યાજ દરની શક્યતાને કારણે સોનાનો ભાવ વૈશ્વિક સ્તરે વધારો થયો હતો. વિશ્વના શેરબજારોમાં તાજેતરમાં નબળાઈના કારણે વિશ્વમાં સોનાના ભાવ વધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન