દિવાળીના તહેવારો ટાણે નવી ટ્રેનોની ઘોષણા : પેસેન્જર ટ્રેનોને રદ કરાશે - Sandesh
  • Home
  • Diwali - 2018
  • દિવાળીના તહેવારો ટાણે નવી ટ્રેનોની ઘોષણા : પેસેન્જર ટ્રેનોને રદ કરાશે

દિવાળીના તહેવારો ટાણે નવી ટ્રેનોની ઘોષણા : પેસેન્જર ટ્રેનોને રદ કરાશે

 | 12:25 am IST

રેલવેતંત્ર દ્વારા દિવાળીના તહેવારો ટાણે મુસાફરોની ભીડને અનુલક્ષીને ૬ નવી સાપ્તાહિક સુપર ફાસ્ટ ટ્રેનો શરૂ કરવાની ઘોષણા કરવામા આવી છે. જેમાં ચરોતરમાંથી પસાર થતી બાંદ્રા ટર્મિનલ-ગાંધીધામ તેમજ ઓખા-બાંદ્રા ટર્મિનસને સ્થાનિક સ્ટેશનો ઉપર સ્ટોપેજ ફાળવાયુ છે.

જ્યારે બીજી તરફ અમદાવાદ અને રતલામ સાઇડ ઉપર બાયપાસ લાઇન નં. ૧અને ૨ની અંદાજીત અઢી માસ સુધી ચાલનારી કામગીરીને લઇને આણંદ-વડોદરા મેમુને ૭૫ દિવસ માટે સંપૂર્ણ રદ જયારે કઠાણા વડોદરા ટ્રેનને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રદ કરવાનો નિર્ણય લેવાતા રેલવેતંત્રની બેવડી નીતિએ મુસાફરોમાં નારાજગી વ્યાપી છે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને રતલામ સાઇડ ઉપર બાયપાસ લાઇન નં. ૧અને ૨ની સ્લેવિંગની પ્રક્રિયા લાંબા સમય  સુધી ચાલનારી હોઇ રૂટ ઉપરની આણંદ-વડોદરા મેમુને ૭૫ દિવસ માટે સંપૂર્ણ રદ જયારે કઠાણા વડોદર ટ્રેનને આંશિક રદ કરવાનો નિર્ણય લેવાતા ૨૭મી ઓક્ટોબરથી શરૂ થનારી ટ્રેન નં. ૦૯૪૩૩ બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપર ફાસ્ટ ટ્રેન  પ્રત્યેક શનિવારે બાંદ્રા ટર્મિનસથી ૦૦.૨૫ કલાકે ઉપડીને ૧૩.૫૦ વાગ્યે ગાંધીધામ પહોચશે. 

૦૯૪૩૪ શનિવારે ગાંધીધામથી ૧૬.૩૫ કલાકે પ્રસ્થાન કરીને રવિવારે ૬.૧૫ કલાકે બાંદ્રા પહોંચશે.  એસી ટુ, થ્રી, શયનયાન,  દ્વીતીય શ્રેણીના સામાન્ય કમ્પાર્ટમેન્ટ પેન્ટ્રીકારની સુવિદ્યા ઉભી કરાઇ છે. ૩૦-૩૧ ઓક્ટોબરથી કાર્યરત થનારી ટ્રેન નં. ૦૯૫૬૧ બાંદ્રા ટર્મિનસ-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ પ્રત્યેક બુધવારે ૨૩.૫૫ કલાકે બાંદ્રાથી પ્રસ્થાન કરીને બીજા દિવસે ૧૨.૩૫  કલાકે ઓખા પહોચશે. ૦૯૫૬૨ પ્રત્યેક મંગળવારે ૧૭.૦૦ કલાકે ઓખાથી નીકળીને બીજા દિવસે ૧૦.૧૫ કલાકે બાંદ્રા પહોચશે.  ૩૧ ઓક્ટોબરથી શરૂ થશે. એસી ટુ, થ્રી, શયનયાન,  દ્વીતીય શ્રેણીના સામાન્ય કમ્પાર્ટમેન્ટની સુવિદ્યા ઉભી કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;