વાલ્મિકી સમાજ વર્ગ-4ના કર્મચારીઓને મળી સરકાર તરફથી દિવાળી ભેટ જાણો સરકારે શું કરી લહાણી - Sandesh
  • Home
  • Gandhinagar
  • વાલ્મિકી સમાજ વર્ગ-4ના કર્મચારીઓને મળી સરકાર તરફથી દિવાળી ભેટ જાણો સરકારે શું કરી લહાણી

વાલ્મિકી સમાજ વર્ગ-4ના કર્મચારીઓને મળી સરકાર તરફથી દિવાળી ભેટ જાણો સરકારે શું કરી લહાણી

 | 3:14 pm IST

  • રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા સરકારે કર્યા કાયદાકિય સુધારા.
  • વર્ગ 4ના કર્મચારીઓને બોનસ અને અકસ્માતે મૃત્યુના કેસમાં રહેમરાહે નોકરી મળશે.
  • અન્ય વર્ગના કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં પણ 1 ટકાનો વધારો.
  • 11000 વાહનોને ટોલ ભરવાથી માફી મળશે. માત્ર મોટાં વાહનો માટે ટેક્ષ લેવામાં આવશે.
  • કોમન જીડીસીઆર આજથી અમલી બનાવાયો

રાજ્ય સરકારે ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપતા કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લીધાં છે. જેમાં વાલ્મિકી સમાજના રોજમદારો તરીકે કામ કરતાં લોકોને કાયમી કરવા, અક્સમાતે મૃત્યુના કેસમાં રહેમરાહે નોકરી આપવા, દિવાળી બોનસ તરીકે રૂપિયા 3500ની મર્યાદામાં ચૂકવણી કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનો લાભ વાલ્મિકી સમાજ ઉપરાંત સરકારમાં, પંચાયતમાં, બોર્ડ નિગમોમાં કામ કરતાં વર્ગ 4ના કર્મચારીઓને લાભ મળશે. જાણો નીતિન પટેલે શું કરી મહત્વપૂર્ણ જાહેરાતો જાણો અહિં….

નીતિન પટેલ કહ્યું હતું કે, “અમદાવાદ શહેરમાં જે રિંગ રોડ છે તેના પરથી કાર અને ટુ વ્હિલર વાહનોને મુક્તિ આપવામાં આવી છે, માત્ર મોટા વાહનો પાસેથી જ ટોલ ટેક્સ લેવામાં આવશે.”

નીતિન પટેલ કહ્યું હતું કે,”ગુજરાત સરકારના વર્ગ 4ના જે કર્મચારીઓ છે જેની સંખ્યા 35000 જેટલી થાય છે તેને આગામી દિવાળીને 3500 રૂ મર્યાદામાં બોનસ ચૂકવવામાં આવશે. આનો લાભ રાજ્ય સરકાર ઉપરાંત પંચાયત અને બોર્ડ નિગમના વર્ગના 4 જે કર્મચારીઓ છે તેને આ વર્ષે દિવાળી નિમિત્તે બોનસ ચૂકવાશે.”

નીતિન પટેલ કહ્યું હતું કે, “સફાઈ કામદારો માટે 162 પાલિકા અને મહાનગરપાલિકામાં સફાઈ કામદારો અને બહેનો સેવા બજાવે છે અત્યારસુધી શહેરી વિકાસ વિભાગની એક નિયંત્રણમાં હતું. જે રોજમદારને કાયમી કરવા માટે જે ને 48 ટકાથી ખર્ચ થતો હોય તો તેને કાયમી કરવા મંજૂરી નહોતી મળતી. અમારી સામે આ અંગે રજૂઆત કરવામાં આવી હતી કે મોટા ભાગે આ લોકો રોજમદાર તરીકે કાર્ય કરે છે અને 48 ટકાથી ખર્ચ વધું થતો હોવાથી રાજ્યસરકાર મંજૂરી નથી આપતી.”

નીતિન પટેલ કહ્યું હતું કે, “સરકારે તાકિદે નિર્ણય લઈને 48 ટકા ખર્ચ વાળી કલમમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેથી હવે સફાઈ કામદારો જે રોજમદાર તરીકે કામ કરતાં હતા તેમને કાયમી કરી શકાશે. તેમને મોંઘવારી તેમજ અન્ય ભથ્થાઓનો લાભ મેળવી શકાશે.”

નીતિન પટેલ કહ્યું હતું કે, ” બીજો એક અગત્યનો નિર્ણય સફાઈ કામદારોને અનુલક્ષીને કર્યો છે. રાજ્ય સરકારે રહેમરાહે નોકરીની પ્રથા બંધ કરી છે. કોઈ પણ આવા કેશમાં રાજ્ય સરકારે આવા સફાઈ કામદારો કે જે વાલ્મિકી સમાજના લોકો છે, અને જો કોઈ આવા લોકોનું નોકરી દરમિયાન મૃત્યુ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે અમે નિર્મય કર્યો છે કે જે લોકો પાલિકા કર્મચારી તરીકે કામ કરતાં હોય અને જો ચાલુ નોકરીએ મૃત્યુ થાય તો આવા અકસ્માતે થયેલા મૃત્યુના કેસમાં પરિવાર જનમાથી કોઈને નોકરી આપવામાં આવશે. આને પરિણામે વાલ્મિકી સમાજના લોકોને ફાયદો થશે.”

નીતિન પટેલ કહ્યું હતું કે, “રાજ્યસરકારના 8 લાખથી વધું કર્મચારીઓ અને પેન્શનરોને જે મોંધવારી ભથ્થું અને પગારપંચમાં જાહેરાત કરવામાં આવી છે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 ટકો મોંધવારી ભથ્થુ આપવા નિર્ણય કર્યો છે.  રાજ્ય સરકારે તે રાહે પોતાના 820764 કર્મચારીઓને 1 ટકાના વધારાના મોંધવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવે છે. તે 1 72017થી આજ સુધી ચૂકવવામાં આવશે , તેનો લાભ કર્મચારીઓને મોટાં પ્રમાણમાં મળશે.”

નીતિન પટેલ કહ્યું હતું કે, ” વિકાસનું જે મહાઅભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે અત્યારે સરકારે વૈંકયાજીની ઉપસ્થિતિમાં જે નિર્ણય કરવામાં આવ્યો હતો તે અંગે ગુજરાતના મહાનગરોનો એક સમાન વિકાસ થાય અને બાંધકામના નિયમો એક સમાન લાગુ પડે, અને લોકોને તેનો લાભ મળે તે માટે કોમન જીડીસીઆર બનાવવાની જાહેરાત કરવામાંઆવી હતી. તે આજથી અમલવારી શરૂ કરી દીધી છે. આ કાયદા હેઠળ અત્યારસુધી જુંદા જુંદા જિુલ્લામાં અલગ એફએસઆઈ મળતી હતી, તેમાં હવે કેટેગરી પાડીને દરેક જિલ્લાને નિશ્રિત કેટેગરીમાં સમાવી લઈને એફએસઆઈ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સુરતમાં 45 મીટરથી વધું પહોળા રોડ પર 4ની એફએસઆઈ આપવામાં આવશે. એવીજ રીતે જે 36 મીટરના રસ્તા છે તેના 200 મીટરના વિસ્તારમાં જે ફાઈનલ પોઈન્ટ આપતા હશે તેને 3.6 એફએસઆઈ આપવામાં આવશે.”

નીતિન પટેલ કહ્યું હતું કે, “કચ્છ જેવા ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં ઉંચા મકાનમાં હાઈરાઈઝ મકાનોને પરવાનગી આપવામાં નથી આવતી. તેમાં જે તફાવતનું પ્રમાણ હતું તે 40 ટકા હતું, કચ્છમાં નગરપાલિકામાં તેમાં ઘટાડો કરીને કચ્છમા ક અને ડમાં 30, નાના નગરોમાં  35 ટકા કપાત કરવાનો નિર્ણય લેવાયો છે. મહાનગરોમાં 40 ટકા કપાત થશે. જીડીસાઆર પ્રમાણે જે મળવા પાત્ર એફએસઆઈ હશે તેમાં જે તે બિલ્ડરે વધારાનો ચાર્જ જે થશે તે નગરપાલિકામાં ભરવા પાત્ર હશે તે  ભરવો પડશે. અત્યારસુધી જે ફાઈલો રાજ્યસરકાર પાસે આવતી હતી તે નહિં આવે, સ્થાનિક ધોરણે તે પ્રશ્ન હલ થઈ જશે.”

નીતિન પટેલ કહ્યું હતું કે, “પાર્કિંગની વ્યવસ્થા પૂરતી હોવી જોઈએ, તેવી ક્રેડાઈ તરફથી રજૂઆત કરવામાં આવી છે. અમે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અનુસાર નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર ખુલ્લો રાખવામાં આવશે. તેને પાર્કિંગ માટે ખુલ્લો રાખવામાં આવશે. તો તેની એફએસઆઈમાં ગણતરી કરવામાં  નહિં મળે. તેનો લભ મકાનમાલિકોને મળશે. જે કોમન પ્લોટ આપવામાં આવે છે તેમાં અત્યારસુધી 15 મીટર બંધકામની પરવાનગી હતી તેમાં હવે 50 મીટર બાંધકામની પરવાનગી આપવામાં આવશે. જે સોસાયટી હેતુંક ઉપયોગ કરી શકાશે.”

નીતિન પટેલ કહ્યું હતું કે, “બેઝમેન્ટ કરીને પાર્કિંગની સુવિધા કરવામાં આવતી હોય તેને તે રીતે બેઝમેન્ટની સુવિધા આપવામાં આવશે. વહીવટમાં પારદર્શિતા લાવવા, તેમજ બિલ્ડરો જે મકાનો બાંધે છે તેને સરળતા કરી આપવા નવા જીડીસીઆરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આથી જે લોકોને ઘરનું ઘર મેળવવાની ઈચ્છા છે તે પૂરી થઈ શકશે.”

નીતિન પટેલે કહ્યું હતું કે, “વિદ્યુત કર્મચારીઓ કે જે તમામ કેડરમાં આવતા 7049 કર્મચારીઓને પણ માસિક પગારમાં વધારો કરવામાં આવ્યો છે. તેને કારણે વિદ્યુત કંપની પર વધારોનો બોજો પડશે તેની જાહેરાત પણ રાજ્ય સરકારે કરી છે. “