Diwali-like atmosphere in Ayodhya, the birthplace of Shri Ram in Uttar Pradesh
  • Home
  • Ayodhya Live
  • ઉત્તરપ્રદેશમાં આવેલી શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ

ઉત્તરપ્રદેશમાં આવેલી શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ

 | 10:58 pm IST

શુભ કાર્યોમાં વિઘ્ન તો આવતાં જ હોય. તેમાં પણ જેના માટે 500 વર્ષથી વિવાદ ચાલતો હોય. 28 વર્ષથી સપનાં સજાવેલા હોય અને તે શમણાં સાકાર થવા જઇ રહ્યાં હોય. અને સામે કોરોના જેવી મહામારી વિધ્ન બનીને આવે. ત્યારે શ્રીરામનાં ભક્તોનાં મનમાં એક જ વાત આવે. અબ તો રામજી કરેંગે બેડા પાર.

ઉત્તરપ્રદેશમાં આવેલી શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. ચારે તરફ સાજ શણગાર અને સુશોભન. ભગવાન રામનાં ભવ્ય મંદિરની પહેલી ઇંટ મૂકવાનો થનગરનાટ અને અતિથીઓથી આ નગરી છલકાઇ રહી છે. પણ સાજ શણગારની સાથે તકેદારી પણ એટલી જ રખાઇ રહી છે.

અયોધ્યા નગરી તો શિલાન્યાસ માટે સજ્જ થઇ ગઇ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇને તકેદારી પણ રખાઇ રહી છે અને તૈયારીઓ પણ કરાઇ રહી છે. પણ અયોધ્યાની બહારથી છેડાઇ રહ્યાં છે વિવાદ. અને નિવેદનબાજી થઇ રહી છે

અયોધ્યામાં ઉજવાઇ રહેલાં ઐતિહાસિક દિવસને લઇને ભારતનાં કરોડો નાગરિકો ખુશ છે. કોરોનાને લઇને ચિંતા દેશભરમાં છે. પણ સાધુ સંતોથી લઇને રાજકીય નેતાઓ જે પ્રકારનો સહયોગ અને સમજદારી દાખવી રહ્યાં છે તે કાબિલે દાદ છે.

કોરોના સામે બાથ ભીડવાની તૈયારી તો અયોધ્યાએ કરી લીધી છે. સાથે જ, શિલાન્યાસનાં ઐતિહાસિક ક્ષણને વધારે યાદગાર બનાવવા. વધારે ભવ્ય બનાવવા રાત દિવસ તડામાર ચાલી રહી છે. ક્યાંક પહેલાં આમંત્રણ પત્રકની ઝલક મળી રહી છે. તો ક્યાંક અયોધ્યાની દિવાળી માટે દિવડા બની રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન