દિવાળી ઓફર: iphone 8 સહિત ફ્રિઝ-વોશિંગ મશીન પર 17 હજાર સુધીની છૂટ - Sandesh
NIFTY 10,991.70 -27.20  |  SENSEX 36,514.30 +-27.33  |  USD 68.5450 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • DIWALI
  • દિવાળી ઓફર: iphone 8 સહિત ફ્રિઝ-વોશિંગ મશીન પર 17 હજાર સુધીની છૂટ

દિવાળી ઓફર: iphone 8 સહિત ફ્રિઝ-વોશિંગ મશીન પર 17 હજાર સુધીની છૂટ

 | 7:47 pm IST

દિવાળી આવ્યા પહેલા લગભગ બધી જ ઈ-કોમર્સ વેબસાઈટ્સે સેલની શરૂઆત કરી દીધી છે. દિવાળી નજીક છે અને પેટીએમ મોલે દિવાળી મહા કેશબેક ઓફરની શરૂઆત કરી છે.

આ ઓફર હેઠળ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર કેશબેક આપવામાં આવી રહ્યો છે. ICICI બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ દ્વારા શોપિંગ કરવા પર એક્સ્ટ્રા 5 ટકા કેશબેક આપવામાં આવશે.

આ પ્રોડ્ક્સ પર મળી રહી છે છૂટ

iPhone 8 જેને હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 64GB વેરિએન્ટની કિંમત 64,000 રૂપિયા છે. પરંતુ પેટીએમ મોલ પર ઓફર હેઠળ તમે આને 46,990 રૂપિયામાં ખરીદી શકો છો. સૌથી પહેલા ફ્લેટ ઓફ મળી રહ્યું છે. ત્યાર બાદ 9,000 રૂપિયાનું કેશબેક મળશે અને જો તમારી પાસે યસ બેન્કનું કાર્ડ છે તો એકસ્ટ્રા 6,000 રૂપિયા મળશે. જેથી તમને iPhone 8 માત્ર 46,990 રૂપિયામાં મળી જશે.

Xtreme Portable બ્લૂટૂથ સ્પીકરની કિંમત 17,999 રૂપિયા છે પરંતુ આની પર 3,500 રૂપિયાનું કેશબેક મળશે.

HP M1005 લેજર પ્રિન્ટરની કિંમત 17,429 રૂપિયા છે આની પર 3,500 રૂપિયાનું કેશબેક મળશે એટલે આની કિંમત 13,929 રૂપિયા હશે

Whirlpool 340 L double ડોર રેફ્રિઝરેટર પ્રોની કિંમત 33,990 રૂપિયા છે અને આના પર 6,000 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. જેથી આની ઈફેક્ટિવ કિંમત 27,990 રૂપિયા હશે.

IFB 8 KG ઓટોમેટ્રિક ફ્રન્ડ લોડ વોશિંગ મશીનની કિંમત 36,259 રૂપિયા છે અને આની પર 5,500 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે.

LG 10.5Kg ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીનની કિંમત 86,700 રૂપિયા છે, જેના પર 15 હજાર રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

iPhone 7ના 32GB વેરિએન્ટની કિંમત 48,170 રૂપિયા છે અને 10,000 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે અને તમે 38,170 રૂપિયામાં જ ખરીદી શકો છો.

Vivo V5sની કિંમત 17,780 રૂપિયાની છે, આના પર 3,556 રૂપિયા કેશબેક મળી રહ્યું છે એટલે તમે આને 14,224 રૂપિયામાં ખરીદી શકો છો.