diwali-night on 19-year-old-drunk-youth-rapes-sister
  • Home
  • Featured
  • દિલ્હી ફરી થયું શર્મનાક, દારૂના નશામાં ભાઇએ બહેન સાથે ગુજાર્યો બળાત્કાર

દિલ્હી ફરી થયું શર્મનાક, દારૂના નશામાં ભાઇએ બહેન સાથે ગુજાર્યો બળાત્કાર

 | 10:00 am IST

દેશની રાજધાની એકવાર ફરી અહેવાલોમાં આવી છે. દિલ્હી સાથે જોડાયેલા ગુરુગ્રામમાં એક એવી ઘટના બની છે, જે સાંભળીને લોકોને ગુસ્સો આવી શકે છે. અહીં એક 19 વર્ષના યુવકે નશાની હાલતમાં પોતાની નાની બહેન સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટના ફારૂખનગર વિસ્તારની છે. પોલીસે ગુરુવારે યુવકની ધરપકડ કરી હતી. પોલીસના મતે, આરોપીએ દિવાળીની રાત્રે પોતાના પિતાની સાથે બેસીને દારૂ પીધો હતો, ત્યારબાદ પિતા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને તે બહેનના રૂમમાં ગયો અને તેની સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું.

ગુરુવારે સવારે જ્યારે આરોપી કામ પર ચાલ્યો ગયો ત્યારે તેની 15 વર્ષીય બહેને પોતાના પિતાને રાત્રે બનેલી સંપૂર્ણ ઘટનાની વાત કરી હતી. આ સાંભળીને પિતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. ત્યારબાદ પિતા પોતાની પુત્રીને લઇને તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પિતાએ પોતાના નિવેદનમાં લખ્યું કે, હું ફારૂખનગરમા પોતાના ચાર બાળકો- ત્રણ પુત્રીઓ અને એક પુત્રની સાથે રહું છું. મારી પત્ની માનસિક રૂપથી બિમાર છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે ગુમ છે. બુધવારે દિવાળી હોવાથી ઘરમાં પુજા કર્યાલ બાદ મેં અને મારા પુત્રએ સાથે દારૂ પીધો હતો. તે વખતે સૌથી મોટી અને સૌથી નાની પુત્રી એક રૂમમાં સૂઇ રહ્યા હતા, જ્યારે 15 વર્ષીય પુત્રી પોતાના રૂમમાં એકલી સૂઇ રહી હતી. મેં તે વખતે વધુ દારૂ પીધો હોવાથી હું મારા રૂમમાં ઉંઘવા ચાલ્યો ગયો હતો, જ્યારે હું ત્યાંથી ગયો ત્યારે મારો પુત્ર દારૂ પી રહ્યો હતો. થોડીવાર પછી તે પોતાના રૂમમાં ગયો જ્યાં તેની બહેન ઉંઘી રહી હતી, ત્યાં તેણે પોતાની બહેન સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે કરાવેલી યુવતીના મેડિકલ તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઇ ગઇ છે. માનેસરના મહિલા પોલીસ સ્ટેશનમાં પૉસ્કો એક્ટની કલમ 6 હેઠળ પ્રાથમિક રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. મજૂરી કામ કરનાર આરોપીની ગુરુવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનના કાંતા યાદવનું કહેવું છે કે, અમે આ ઘટના સાંભળીને મોટો ઝાટકો લાગ્યો કે કોઈ ભાઇ પોતાની બહેનની સાથે આવું કૃત્ય કેવી રીતે કરી શકે. પોતાના નિવેદનમાં આરોપીએ કહ્યું કે, તેને ખુબ દારૂ પીધો હતો. આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ત્યાંથી તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.