Chant this mantra on new year, you will get blessing of God
  • Home
  • Astrology
  • નૂતન વર્ષ શુભ મુહૂર્ત તથા કલ્યાણકારી મંત્રો

નૂતન વર્ષ શુભ મુહૂર્ત તથા કલ્યાણકારી મંત્રો

 | 4:32 pm IST

ગુરુવાર તા. ૮-૧૧-૨૦૧૮, બેસતું વર્ષ- સંવત ૨૦૭૫ શરૃ, ર્કાતિક સુદ પ્રતિપદા (૧)
સવારે ૬.૪૦ ક.થી ૮.૧૨ કલાક સુધી
સવારે ૧૧થી ૧૨.૨૦ કલાક સુધી વિજય મુહૂર્ત
નૂતન વર્ષ પ્રારંભ મંત્રસંપુટ
આજ તા. ૮-૧૧-૨૦૧૮ને ગુરુવાર બેસતા વર્ષે શુભ સંકલ્પ અને સુખદ્ વર્ષ તથા સફળતા સિદ્ધિ માટે સવારે સ્નાનાદિથી પરવારી નવા વસ્ત્ર ધારણ કરીને પવિત્ર શુદ્ધ ચિત્તે ગુરુવંદનામાટેનો મંત્ર જપીને ગુરુને પૂજીને માતા-પિતાના આશીર્વાદ લઈને પૂજા-પ્રાર્થના- ભક્તિ અને યથાશક્તિ ઇષ્ટદેવના સ્તોત્ર પાઠ કરીને પોતાનું નવું વર્ષ શુભ સુખમય સફળ અને તંદુરસ્તતથા આધિ-વ્યાધિ- ઉપાધિ રહિત નીવડે તેવો શુભ સંકલ્પ લઈને સૌ પ્રથમ શ્રી ગણપતિનું પંચોપચાર પૂજન રિદ્ધિ-સિદ્ધિ સહિત કરવું અને ત્યાર બાદ ગણેશ ર્મૂિત યા છબી પર ધ્યાન

કરીને મંત્રજાપ કરવા.
ગુરુ મંત્ર : ૐ ગુરુવૈ નમો નમઃ ।
મંત્રો :
(૧) ૐ ગં ગણપતયે નમઃ સર્વસિદ્ધિ સાફલ્ય દેહિ દેહિ સ્વાહા ।
(૨) ૐ ઇષ્ટદેવતાભ્યો નમઃ સર્વસિદ્ધિ પ્રદાય ૐ ।
(૩) ૐ શ્રી મહાલક્ષ્મી આગચ્છ ધન પૂરય સ્વાહા ।
(૪) ૐ હ્રી ગં શ્રીં વ્યાપાર પ્રારંભે રિદ્ધિ સિદ્ધિ યશં વૃદ્ધિ કુરુ સ્વાહા ।
(૫) દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ પરમ સુખમ્ ।
રૃપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો દેહિ ।
ઉપરોક્ત મંત્રોના જાપ કરીને યથા હેતુ સિદ્ધિ લક્ષ સિદ્ધિનો સંકલ્પ લઈને નૂતન દિવસનો પ્રારંભ કરવો.
મનમાં ઉદ્વેગ-કલેશ- ઇર્ષ્યા, ક્રોધ, અહંકાર, તૃષ્ણા અને વેરઝેરનો ત્યાગ કરીને હૃદય-મનને નિર્મળ બનાવવાથી વર્ષ સુખમય નીવડશે.
શુક્રવાર તા. ૯-૧૧-૨૦૧૮, ભાઈબીજ, કાર્તિક સુદ-દ્વિતીયા- આખો દિવસ
શુક્રવાર તા. ૧૧-૨૦૧૮, ભાઈબીજ, યમદ્વિતીયા છે. આજે અનુરાધા નક્ષત્ર- શુભ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન