દિવાળીની રાત્રે કરજો આ શાસ્ત્રોક્ત ઉપાય, ધન-ધાન્યથી છલકતું રહેશે ઘર - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • દિવાળીની રાત્રે કરજો આ શાસ્ત્રોક્ત ઉપાય, ધન-ધાન્યથી છલકતું રહેશે ઘર

દિવાળીની રાત્રે કરજો આ શાસ્ત્રોક્ત ઉપાય, ધન-ધાન્યથી છલકતું રહેશે ઘર

 | 2:35 pm IST

દિવાળીને હવે એક સપ્તાહ બાકી છે ત્યારે દરેક ઘરમાં મહાલક્ષ્મીના સ્વાગત માટેની તૈયારીઓને પણ આખરી ઓપ અપાઈ રહ્યો હશે. જે ઘરમાં સ્વચ્છતા હોય છે ત્યાં જ માતા લક્ષ્મી સમૃદ્ધિના સ્વરૂપે વાસ કરે છે. દિવાળીની પૂજા થાય તે પહેલા ઘરમાંથી ભંગાર, કચરો અને વધારાની વસ્તુઓને બહાર કરી દેવામાં આવે છે. આમ કરવાથી માતા લક્ષ્મીના આગમનનો રસ્તો સાફ થાય છે.

દિવાળીની રાત્રિ લક્ષ્મી પૂજા કરવા ઉપરાંત કેટલાક શાસ્ત્રીય ઉપાયો પણ કરવા જોઈએ. આ ઉપાયો પણ વ્યક્તિને અનેક લાભ કરાવે છે. આ ઉપાયોના કારણે ઘરમાંથી દરિદ્રતા અને ક્લેશ દૂર થાય છે. કયા કયા છે આ ચમત્કારી ઉપાય જાણી લો અને અત્યારથી જ કરી લો તમામ તૈયારી.

– દિવાળીની રાત્રે ઘરના દરેક રૂમના દરવાજા નજીક ઘઉંની એક એક ઢગલી કરવી. તેના પર શુદ્ધ ઘીનો દીવો કરવો, શક્ય હોય તો પ્રયત્ન કરવો કે આ દીવો અખંડ રહે. આ ઉપાયો કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

– ઘરના ઈશાન એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં બેસીને જ લક્ષ્મી પૂજા કરવી. પૂજા કરતી વખતે પૂર્વ અથવા પશ્ચિમમુખી દીવો કરવો તેનાથી દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જશે.

– દિવાળીના દિવસે સૂર્યાસ્ત થાય એટલે સૌથી પહેલાં ઘરના મંદિરમાં દીવા પ્રજ્વલિત કરવા અને પછી ઘરના દરેક રૂમમાં અને મુખ્ય દરવાજા પર પણ દીવા કરવા.

– આ ખાસ રાત્રિએ ઘરના મુખ્ય દરવાજા પાસે લાલ રંગથી રંગોળી કરવી અને દરવાજાની બંને તરફ દીવા પ્રજ્વલિત કરવા. આ રાત્રિએ માતા લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરે છે અને જે ઘરમાં આ પ્રકારનું વાતાવરણ હોય ત્યાં પ્રવેશ કરી કાયમી નિવાસ કરે છે.

– દિવાળીની રાત્રે પીપળાના ઝાડ નીચે દીવો કરવો અને ઘરે પરત ફરવું. આ સમયે પાછળ ફરીને ન જોવું. આ ઉપાય કરનારના જીવનમાં ધનની ખામી રહેતી નથી.