આ pics જોઈ શીખો દિવાળી પર કેવી રીતે બનાવવી ફુલોની રંગોળી - Sandesh
  • Home
  • DIWALI
  • આ pics જોઈ શીખો દિવાળી પર કેવી રીતે બનાવવી ફુલોની રંગોળી

આ pics જોઈ શીખો દિવાળી પર કેવી રીતે બનાવવી ફુલોની રંગોળી

 | 1:27 pm IST

રોશની અને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી પરિવાર સાથે હર્ષોલ્લાસથી થાય તે માટેની તડામાર તૈયારીઓ દરેક ઘરમાં શરૂ થઈ ગઈ હશે. દિવાળીના તહેવાર સમયે સૌથી વધારે વ્યસ્ત મહિલાઓ રહેતી હોય છે. ઘરની સાફ-સફાઈ, નવી સજાવટ, નાસ્તા બનાવવા, પૂજા કરવી, જો કે આ બધા કામમાં સૌથી મહત્વનું હોય છે રંગોળી કરવાનું. અવનવી અને સૌથી અલગ રંગોળી પોતાના ઘરના આંગણામાં બને તે માટે કલાકોનો સમય ઘરની સ્ત્રીઓ રંગોળી બનાવવામાં ફાળવી દે છે. રંગોળી કરતી વખતે સૌથી મોટી ગળમથલ એ રહેતી હોય છે કે કેવી ડિઝાઈન અને રંગોથી રંગોળી બનાવવી. ત્યારે તમારા માટે આ વર્ષે દિવાળીની રંગોળી બનાવવાના ખાસ વિકલ્પ અહીં રજૂ કરવામાં આવ્યા છે. દિવાળીના ખાસ દિવસોમાં તમે અહીં દર્શાવેલી કોઈપણ રંગોળીને સરળતાથી પોતાના ઘરે બનાવી શકો છો. આ રંગોળીમાં અલગ અલગ રંગના ફુલ અને તેની પાંદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રંગોળી તમે સરળતાથી બનાવી પણ શકો છો. તો જોઈ લો બરાબર આ ડિઝાઈન અને આ વર્ષે તમારા ઘરની રંગોળીને બનાવો સૌથી અલગ.