અજમાવશો આ ટોટકા તો દિવાળી પર તમારા ઘરે પણ લક્ષ્મીજી કરશે કંકુ પગલાં - Sandesh
  • Home
  • Astrology
  • અજમાવશો આ ટોટકા તો દિવાળી પર તમારા ઘરે પણ લક્ષ્મીજી કરશે કંકુ પગલાં

અજમાવશો આ ટોટકા તો દિવાળી પર તમારા ઘરે પણ લક્ષ્મીજી કરશે કંકુ પગલાં

 | 11:44 am IST

દિવાળીમાં સૌથી વધારે મહત્વ હોય છે લક્ષ્મી પૂજાનું. માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરમાં સાફ-સફાઈ, દીપ પ્રાગટ્ય અને રંગોળી કરવામાં આવે છે. જો કે આ વસ્તુઓ સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જે માતા લક્ષ્મીને વધારે પ્રિય છે. જે ઘરમાં આ વસ્તુઓ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. દિવાળીના દિવસો શરૂ થતાં જ આ વસ્તુઓનો ઉપયોગ ખાસ રીતે ઘરમાં કરવો. જેનાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થશે. આ વસ્તુઓ ખરીદવા પાછળ તમારે વધારે ખર્ચ પણ નહીં કરવો પડે. ખાસ વાત એ છે કે આમાંથી કેટલીક વસ્તુઓ તો એવી છે જે ઘરમાંથી જ મળી રહેશે.

– ધનતેરસ અને દિવાળીના દિવસે નમકનું નવું પેકેટ ખરીદવું અને તેનો ઉપયોગ ભોજન બનાવવામાં કરવો. લક્ષ્મી માતાની ઉપસ્થિતી ઘરમાં સદા રહેશે. દિવાળીના દિવસે ઘરમાં નમકના પાણીના પોતા કરવા, ઉપરાંત ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં નમક ભરેલી એક વાટકી રાખવી.
– ધનતેરસના દિવસે સૂકા ધાણા ખરીદવા, આ ધાણાને દિવાળીની પૂજામાં માં લક્ષ્મી સમક્ષ રાખી દેવા. બીજા દિવસે સવારે તેને કોઈ કુંડામાં વાવી દેવા. આ ધાણા જ્યાં સુધી લીલાછમ રહે છે ત્યાં સુધી ઘરમાં સુખ-સમૃદ્ધિની ખામી સર્જાતી નથી.
– ધનતેરસે કોડી ખરીદવી અને દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા દરમિયાન આ કોડીને પણ સિંદૂર લગાવવું અને પીળા કપડાંમાં બાંધી અને તેને તિજોરીમાં મુકી દેવી.
– દિવાળી પહેલા કોઈપણ એક દિવસે શુભ ચોઘડિયામાં બજારમાંથી પીળી હળદરની ગાંઠ ખરીદી લાવવી, તેને એક કોરાં કપડામાં રાખી પૂજા કરવી અને તિજોરીમાં રાખી દેવી.
– ધંધામાં બરકત જોઈતી હોય તો ધાણા, હળદર, નમક, કોડી એક લાલ કપડામાં બાંધી અને લક્ષ્મી મંદિરમાં જવું. તેને માતાના ચરણોમાં મુકી સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી અને તે પોટલી ગલ્લામાં રાખી દેવી. ધંધામાં ક્યારેય ખોટ નહીં આવે.