દુકાળમાં અધિકમાસ, દિવાળી સમયે મીઠાઈ, ડ્રાય ફ્રૂટ સહિતના ભાવમાં 20%નો ઉછાળો - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • દુકાળમાં અધિકમાસ, દિવાળી સમયે મીઠાઈ, ડ્રાય ફ્રૂટ સહિતના ભાવમાં 20%નો ઉછાળો

દુકાળમાં અધિકમાસ, દિવાળી સમયે મીઠાઈ, ડ્રાય ફ્રૂટ સહિતના ભાવમાં 20%નો ઉછાળો

 | 10:19 am IST

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારમાં ઘરાકીના અભાવે વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. એમાંય ખાસ કરીને દિવાળીના તહેવારમાં મીઠાઈ,ડ્રાયફુડ, વિદેશી ચોકલેટ, મઠીયા, કોકરીની વસ્તુઓનું ૫૦ ટકા જ વેચાણની ધારણા વેપારીઓ કરી રહ્યા છે. દર વર્ષે મીઠાઈ,ડ્રાયફુડ અને વિદેશી ચોકલેટોના એડવાન્સમાં ખરીદી કરતા હતા, પરંતુ નોટબંધી બાદ જીએસટીના લીધે બજારમાં રોકડની અછત થઈ ગઈ છે. ઉપરાંત દર વર્ષ કરતા ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો હોવાથી લોકો ખરીદી કરી શકતા નથી.બીજી વેપારીઓને દિવાળીમાં ખર્ચા કેવી રીતે કાઢવા તે પ્રશ્ન કપરો બન્યો છે.

સામાન્ય રીતે દિવાળીના તહેવાર પહેલા લોકો નવા કપડા,મીઠાઈ,વિદેશી ચોકલેટો, ડ્રાયફુડ સહિતની વસ્તુઓ ખરીદતા હતા.દિવાળી પહેલા તૈયાર મઠીયા, ચોળાફળી, ફરસાણ સોદા આપીને તૈયારીઓ કરવામાં આવતી હતી. જીએસટીના લીધે ખાદ્યવસ્તુઓના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો થઈ ગયો છે. દિવાળીના તહેવારમાં કોકરી અને નવી વસ્તુઓ લોકો ખરીદીને ઘર શણગારાતું હતુ. આ વખતે ચાઈના બજારમાં નવી વસ્તુઓ આવી નથી. જીએસટીના લીધે બજારમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. એમાંય વેપારીઓ પાસે જુનો પડેલો માલ વેચાણ કરવાની ફરજ પડી રહી છે. સામાન્ય દિવસોમાં વિદેશી ચોકલેટના ડબ્બા અને પેકેટ રૃ.૨૫૦ થી ૧૧૦૦ સુધી વેચાતા હતા. જીએસટીના લીધે ૨૦થી ૨૫ ટકાનો ઉછાળો આવ્યો છે. આ જ પ્રમાણે મીક્ષ મિઠાઈ, કાજુ કતરી મોહનથાળના ભાવોમાં ૨૫ ટકાનો ઉછાળો થઈ ગયો હોવાથી લોકો ખરીદી કરી શકતા નથી.

નોટબંધી અને જીએસટીના કારણે મોટાભાગના ધંધાને વિપરિત અસર થઈ છે. વેપાર-ધંધા માટે આ કપરી સ્થિતિનું પરિણામ એ આવ્યું કે વેપારીએ પાસે રોકડ રકમ નહીં હોવાથી ઉછીના નાણાં લાવીને શાખ જાળવી રાખી રહ્યા છે.જયારે કેટલાક વેપારીઓ આંગડિયા પેઢીઓ પાસે નાણાંની છૂટ હોય તો એકાદ માસ માટે ઉછીના નાણાં લેવાની ફરજ પડી છે. કારણ કે, આંગડિયા પેઢી દેવ દિવાળી પછી ખુલતા હોય છે. સામાન્ય રીતે કંપનીઓ જૂના માલ માટે એવી મોડેસ ઓપરેન્ડી અજમાવતી હોય છે કે લોકોને નવો માલ લાગે. કંપનીઓ પોતાના જૂના માલને દિવાળી સેલમાં ખપાવવા માટે પ્રયાસો કરતી હોય છે.