દિયોદરની સબ જેલને અલીગઢી તાળાં લાગ્યા

6

દિયોદર, તા.૨૦

બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ભાભર પોલીસ સ્ટેશન હદના ગુનાના કાચા કામના કેદીને રાખવા માટે બનાવેલ સબજેલ કન્ડમ થતાં જેલને અલીગઢના તાળાં લાગી ગયા છે. જેમાં હવે બંને પોલીસ સ્ટેશન હદના કેદીઓને પાલનપુર ખાતે મૂકવા મજબૂર થવું પડયું છે.

દિયોદર-ભાભર પોલીસ સ્ટેશન હદના અનેક ગુનામાં ઝડપાયેલા કાચા કામના કેદીઓ વર્ષોથી દિયોદર જૂના પોલીસ સ્ટેશન સામે બનાવેલ સબજેલમાં મૂકવામાં આવતા હતા જે સબજેલ કન્ડમ (જર્જરિત) થી ગઈ હતી. જેમાં થોડા સમય પહેલાં કાચા કામના ત્રણ કેદીઓ જેલના સળિયા તોડી ફરાર થઈ જવાની ઘટના તેમજ સબજેલ આખેઆખી કન્ડમ અને સુવિધા વગરની હોવાના કારણે સબજેલના સત્તાધીશોએ આ સબજેલને ળાં મારી દીધાં છે. હવે દિયોદર અને ભાભર પો. સ્ટેશન હદના ગુનાના કાચા કામના કેદીઓને ૮૦ કિ.મી. દૂર પાલનપુર સબજેલ ખાતે મૂકવા જવા મજબૂર બન્યા છે.આ બાબતે જણાવેલ કે દિયોદર સબજેલ જર્જરિત છે. આથી કેદી નાસી ગયા હતા. આથી જેલ કન્ડમ થઈ જતાં જેલ બંધ કરી દેવાઈ છે.