રોબર્ટ વાડ્રા DLF કૌભાંડમાં ગેરરીતિઓ થઈ હોવા અંગે જસ્ટિસ ઢીંગરાએ સોંપ્યો 182 પાનાનો રિપોર્ટ - Sandesh
  • Home
  • Featured
  • રોબર્ટ વાડ્રા DLF કૌભાંડમાં ગેરરીતિઓ થઈ હોવા અંગે જસ્ટિસ ઢીંગરાએ સોંપ્યો 182 પાનાનો રિપોર્ટ

રોબર્ટ વાડ્રા DLF કૌભાંડમાં ગેરરીતિઓ થઈ હોવા અંગે જસ્ટિસ ઢીંગરાએ સોંપ્યો 182 પાનાનો રિપોર્ટ

 | 8:23 pm IST

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓમાં વધારો થશે તેવું હાલ લાગી રહ્યું છે. જસ્ટીસ ઢીંગરાએ રોબર્ટ વાડ્રા દ્વારા કરવામાં આવેલા DLF જમીન સોદામાં અનિયમિતતાઓ થઈ હોવા અંગે બુધવારે પોતાનો અહેવાલ સુપરત કરી દીધો છે. રિપોર્ટ સોંપ્યા પછી જસ્ટીસ ઢીંગરાએ રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દરસિંહ હુડાનું નામ તો ન લીધું પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હરિયાણામાં જમીન સોદામાં ગરબડી થઈ છે. જસ્ટિસ ઢીંગરાએ ખટ્ટર સરકારને 182 પાનાનો આ અંગેનો તપાસ અહેવાલ સુપરત કરી દીધો છે.

જોકે જસ્ટિસ ઢીંગરાએ રિપોર્ટ સોંપ્યા પછી  કોઈનું નામ નથી લીધું, આમછતાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર તેમાં પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડા પર ભારે ટિપ્પણી કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે આ રિપોર્ટ અનુસાર DLF જમીન સોદામાં ભારે અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. મુખ્યમંત્રીએ કેટલાંક મુદ્દાઓને નજરઅંદાજ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. બુધવારે સીએમ ખટ્ટરને મળીને અહેવાલ સોંપ્યા પછી જસ્ટીસ ઢીંગરાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી આ અંગે માહિતી આપી હતી.

જસ્ટીસ ઢીંગરાએ કહ્યું હતું કે જો તેમાં ગડબડી ન હોત તો તેમણે મસમોટો 182 પાનાનો રિપોર્ટ સબમીટ ન કર્યો હોત.

તેમણે કહ્યુ હતું કે રિપોર્ટ બે ભાગોમાં છે. એક ભાગમાં તપાસ પછી મળી આવેલી અનિયમિતતાઓનો ઉલ્લેખ છે તો બીજા ભાગમાં પુરાવા છે. તે સિવાય એક ત્રીજો ભાગ પણ છે તે દસ્તાવેજો સાથે જોડાયેલો છે જે  જસ્ટીસ ઢીંગરાને 30મી જૂને મળ્યા હતા. જસ્ટિસ ઢીંગરાએ જણાવ્યું કે હજી તેની તપાસ થવી બાકી છે. તેથી તેને રિપોર્ટમાં શામેલ કરવામાં આવ્યા નથી.

ગડબડી થઈ છે. તમામ સરકારી અને ખાનગી પ્લેયર્સના નામ શામેલ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જસ્ટિસ ઢીંગરાને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે રિપોર્ટમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હુડ્ડાનો પણ તેમાં ઉલ્લેખ છે કે કેમ? આ સવાલ પર જસ્ટિસ ઢીંગરાએ કહ્યું હતું કે તેમને જે પણ વિષય સેંપવામાં આવ્યા હતા તે તમામ રિપોર્ટમાં શામેલ છે. તમામ સાક્ષ્ય રિપોર્ટમાં લખવામાં આવ્યા છે. રિપોર્ટના કન્ટેન્ટ ‘ઈન્કવાયરી એક્ટ’ ના હિસાબથી સરકાર જ્યારે ઈચ્છશે ત્યારે જાહેર કરશે. હું રિપોર્ટના કન્ટેન્ટ વિશે વાત નહિં કરી શકું. કાયદાકિય રીતે રિપોર્ટ એ સરકારની સંપત્તિ છે. જ્યાંસુધી સરકાર વાંચીને તેને જાહેર કરવાનો નિર્ણય ન લે ત્યાં સુધી હું ન જણાવી શકું.

આ અંગે પૂર્વ મુખ્યમંત્રી હુડાએ કહ્યું હતું કે આ રિપોર્ટ પહેલા લીક થઈ ગયો છે તે સાબિત કરે છે કે તેમાં કશું નથી પણ માત્ર પજવણી કરવા રિપોર્ટનો ઉપયોગ કરવાની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન