DMK Leader A Raja meet Hardik Patel at hospital
  • Home
  • Featured
  • આચાર્ય પ્રમોદે હાર્દિકના માથે હાથ મુકી આપ્યા આશીર્વાદ, તો સ્વામી અગ્નિવેશે કહ્યું કે…

આચાર્ય પ્રમોદે હાર્દિકના માથે હાથ મુકી આપ્યા આશીર્વાદ, તો સ્વામી અગ્નિવેશે કહ્યું કે…

 | 1:46 pm IST

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આજે 15મો દિવસ છે. ગઈ કાલે તબિયત લથડતા ઉપવાસના 14 દિવસે હાર્દિકને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં રાત્રે તેને શહેરની SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે શનિવારો સાડા અગિયાર વાગ્યાની આસપાસ જેડીયુના ભૂતપૂર્વ નેતા શરદ યાદવે હાર્દિકની મુલાકાત લીધી હતી. DMK નેતા એ રાજા હાર્દિક પટેલને મળ્યાં હતાં.

આચાર્ય પ્રમોદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ આમરણાંત ઉપવાસી હાર્દિકને મળવા માટે એસજીવીપી હોસ્પિટલ પહોંચ્યા હતા. હાર્દિકને મળીને આચાર્ય પ્રમોદ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે સ્વામી અગ્નિવેશે તેની લડાઈને જુસ્સાથી લડવા માટે પ્રસંશા કરી હતી.

લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. મુલાકાતે આવેલા શરદ યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું.

બિહારના નેતા શરદ યાદવ છેલ્લા 15 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને મળવા આજે અમદાવાદ આવી પહોંચ્યાં હતાં. તેમણે હોસ્પિટલમાં જ હાર્દિકની મુલાકાત લીધી હતી અને તેવા ખબરઅંતર પછ્યાં હતાં. શરદ યાદવે હાર્દિકના તંદુરસ્ત સ્વાસ્થ્યની કામના કરી હતી અને આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. શરદ યાદવના હાથે હાર્દિકે જળ ગ્રહણ કર્યું હતું.

હાર્દિક પટેલને મળવા હવે રાષ્ટ્રિય નેતાઓ અને ધર્મગુરૂઓ આવી રહ્યાં છે. આજે બપોરે ઇલિયાસ આઝમી પણ હાર્દિકને મળવા હોસ્પિટલ ખાતે આવી પહોચશે. જ્યારે બપોરે 2 કલાકે ધર્મગુરુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ તથા આમઆદમી પાર્ટીના નેતા કર્નલ દેવેન્દર શેરાવત એસજીવીપી હોસ્પિટલમાં હાર્દિકની મુલાકાત લીધી હતી.

SGVP હોસ્પિટલ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોચ્યા હતા. સેક્ટર – 2 DCP જયપાલસિંહ રાઠોડ, JCP અમિત વિશ્વકર્મા, સોલા PI પણ હાજર રહ્યાં હતાં. આ સાથે પોલીસ કાફલો SGVP પરખડકવામાં આવ્યો છે.