NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • DNA દંગલ : વિરોધને પગલે શક્તિસિંહે સ્પષ્ટતા કરી ભાજપને કહ્યું આમ

DNA દંગલ : વિરોધને પગલે શક્તિસિંહે સ્પષ્ટતા કરી ભાજપને કહ્યું આમ

 | 9:59 pm IST

શક્તિસિંહ પર ભાજપે કરેલા આક્ષેપને શક્તિસિંહે ફગાવી દેતા કહ્યું હતું કે ભાજપ હવે હાર ભાળી ગયું છે એટલે હવાતિયા મારી રહ્યું છે. ભાજપના આ પ્રયત્નોથી ભાજપને જ વધું નુકસાન થશે. પ્રતિક્રિયાને ભાજપે ખોટી રીતે આંકવાનો પ્રયાસ કર્યો છે. સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ પ્રમુખ રહ્યાં હતા.

હાર્દિક પટેલમાં સરદાર પટેલના ડીએનએ અંગેના નિવેદન અંગે શક્તિસિંહે વધું સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં જનતાના આશીર્વાદ કોગ્રેસ તરફ છે અને ગુજરાતમાં જનતાનો આક્રોશ ભાજપ પ્રત્યે છે. જેનાથી ભાજપની હાર નિશ્રિત જણાતા, ભાજપ પાયા વિહોણી અને જુઠ્ઠી વાતો કરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા. અને ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ પ્રમુખ રહ્યાં હતા. આ સરદાર સાહેબના નામને સદંતર ખોટી બાબાતમાં જોડીને ભાજપના જે હવાતિયા ચાલી રહ્યાં છે તેનાથી ભાજપને વધું નુકસાન થશે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સંજય જોશીની સીડી બનાવનાર લોકોએ હાર્દિક પટેલ પર જે ગંદી રાજનીતિ કરી છે તેના સંદર્ભમાં અપાયેલી પ્રતિક્રિયાને ભાજપે ખોટી રીતે આંકવાનો પ્રયત્ન કર્યો છે.