do away with the darshan of Rokdiya Hanumanji of Tapi district
  • Home
  • Featured
  • દરેક દુ:ખ થાય છે દૂર, કરો તાપી જિલ્લાના રોકડિયા હનુમાનજીના દર્શન

દરેક દુ:ખ થાય છે દૂર, કરો તાપી જિલ્લાના રોકડિયા હનુમાનજીના દર્શન

 | 8:35 am IST

તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે સાક્ષાત બિરાજીત છે હનુમાનજી. અહીં બિરાજીત હનુમાનજી ભક્તોને રોકડો પરચો આપતા હોવાથી તેઓ અહીં રોકડિયા હનુમાનજી તરીકે પ્રસિદ્ધ થયા છે. કહેવાય છે કે જો એક વાર તમે રોકડિયા હનુમાનધામના દર્શન કરી લીધા તો જીવનમાં ક્યારેય કોઇપણ સમસ્યા નહી આવે. આવો ત્યારે આ કલ્યાણકારી ધામના કરીએ દર્શન..

વડના તોતિંગ વૃક્ષના થડમાં સ્વયંભુ બિરાજેલા હનુમાનજીનું આ મંદિર કહેવાય છે કે ૨૫૦ વર્ષથી પણ જુનું છે. એક સમયે ગીચ જંગલ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓને દાદાના અનેક પરચાઓ મળ્યા હતા અને આજે પણ આ મંદિર શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. છત્રપતિ શિવાજી પણ આ મંદિરે રાત્રી રોકાણ કરી ગયા હોવાની ભક્તજનોમાં માન્યતા છે.

ધરતી પર જ્યારે અમરત્વ ને પામેલા સાત ચિરંજીવીઓ માં હનુમાનજીનું એક વિશેષ સ્થાન છે ત્યારે કળયુગમાં અંજનીપુત્ર હનુમાનજી ભક્તોના સંકટ દુર કરે છે તેવી અતુટ શ્રધ્ધા પ્રવર્તે છે ત્યારે સોનગઢ નજીક આવેલા રોકડિયા હનુમાનજીના અનેક પરચાઓ તેમના ભક્તજનોને મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન