Do Dakor, Srinathji and Dwarkadham together Darshan, Video
  • Home
  • Featured
  • ડાકોર, શ્રીનાથજી અને દ્વારકાધામના એક સાથે કરી લો દર્શન, Video

ડાકોર, શ્રીનાથજી અને દ્વારકાધામના એક સાથે કરી લો દર્શન, Video

 | 9:05 am IST

સાબરકાંઠાની પવિત્ર ભૂમિ પર આજથી અનેક વર્ષો પહેલા બન્યુ હતુ શ્રી કૃષ્ણનું મંદિર, જેનો જીર્ણોદ્ધાર 700 વર્ષ પહેલા કરાયો. સાંબરકાંઠાના પોળો જતા માર્ગ પર અને ઈડરથી માત્ર 18 કિમી અંતરે આવેલુ છે ચોરીવાડ ગામ. આ ગામના લોકો પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે અહિં નિર્મિત કૃષ્ણ મંદિરનો મહિમા અનોખો છે. ગામની મધ્યમાં આવેલા આ પૌરાણિક ધામમાં ઠાકોરજીની સ્થાપના કરાયેલી છે, ખાસ વાત એ છે કે શ્યામ પથ્થરમાંથી એક બે નહિ પરંતુ ભગવાનની ત્રણ પ્રતિમાઓ બનાવાઈ છે.

જેમાં ઠાકોરજી, પ્રભુનુ વાહન એવા ગરુડજી તથા મા લક્ષ્મીના દર્શન કરી શકાય છે. ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી કૃષ્ણની પ્રતિમા ડાકોર, શ્રીનાથજી અને દ્વારિકાધામ જેવી જ અનુભૂતિ કરાવે છે. શ્યામ પાષાણમાંથી નિર્મિત પ્રભુની આ સુંદર પ્રતિમા એટલી સાક્ષાત લાગે છે કે તેના દર્શનમાત્રથી ભક્તો અપાર શાંતિ અનુભવે છે. તો સાથે જ મા લક્ષ્મીના દર્શનનો લ્હાવો પણ ભક્તો મેળવે છે.

ઘણા જૂજ મંદિરો છે જ્યાં શ્રી હરિ વિષ્ણુના વાહન અને પ્રભુના પરમ ભક્ત એવા ગરુડજીના દર્શન થાય, ઠાકોરજીના આ ધામમાં ગર્ભગૃહમાં ગરુડજીના પણ દર્શન આપણે કરી શકીએ છીએ. તો અનેક રીતે આ કૃષ્ણ મંદિર બીજા મંદિરો કરતા અલગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન