Indreshwar mahadev of Junagadh, is from Styuga
  • Home
  • Astrology
  • સોરઠભૂમિમાં સાક્ષાત શિવના કરો દર્શન ઈન્દ્રેશ્વર મહાદેવમાં

સોરઠભૂમિમાં સાક્ષાત શિવના કરો દર્શન ઈન્દ્રેશ્વર મહાદેવમાં

 | 10:53 pm IST

સોરઠની પાવન ભૂમિ પર સતયુગ, દ્વાપર, ત્રેતાયુગમાં ભગવાને અવતરણ કયું હતુ.  ગિરનારની પાવન ભૂમિ પર 33 કરોડ દેવી દેવતાનો વાસ રહ્યો છે. આજે આપણે એક એવા શિવ મંદિરની વાત કરવા જઇ રહયા છીએ, જયાં ભગવાન ઇન્દ્રને ગૌતમ ઋષિના શ્રાપમાંથી મુકિત મળી હતી અને નરસિંહ મહેતાને શિવજીનો સાક્ષાત્કાર થયો હતો. આ મંદિર છે ઇન્દ્રેશ્વર મહાદેવ.

સતયુગમાં નારદમુનીની ઉશ્કેરણીથી ઇન્દ્રએ કપટ કરી ગૌતમ ઋષિના પત્ની અહલ્યાનું ચારિત્ર્ય ભંગ કર્યું. આ વાતની જાણ થતાં કોપાયમાન થયેલા ગૌતમ ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો. આ શ્રાપના નિવારણ માટે નારદના કહેવાથી દેવરાજ ઇન્દ્રએ ગિરનારની તપોભૂમિ પર આવ્યા અને અનેક વર્ષો સુધી તપ કયું. ભગવાન શિવજી તેમના તપથી પ્રસન્ન થયા અને ઈન્દ્રદેવને શ્રાપ મુકત કર્યા.

આવી જ રીતે  કળયુગના પ્રારંભે ભક્ત કવિ નરસિંહ મહેતાને પણ આ મંદિરમાં શિવજીનો સાક્ષાત્કાર થયો હતો. નરસિંહ મહેતા દરરોજ ગાયો ચરાવવા માટે જંગલમાં જતાં. પરંતુ ત્યાં એક સ્થળે ગાય દોહવાઇ જતી. આ કારણે તેમને ભાભીના મહેણા સાંભળવા પડતા. આ વાતથી નરસિંહ મહેતા વ્યાકુળ થઈ ગયા અને તે જગ્યા પર જ તેઓ તપ કરવા બેસી ગયા, સાત દિવસ બાદ તેમને શિવજીનો સાક્ષાત્કાર થયો. નરસિંહ મહેતાએ વરદાન માગ્યું કે નાગર નાત હંમેશા સુખી રહે અને કૃષ્ણ ભગવાનની રાસલીલાના તેમને દર્શન થાય. તેમની આ બંને મનોકામનાને ભગવાને સ્વીકારી હતી.

ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ખાસ પુજન અર્ચન થાય છે. અહીં ભોળાનાથના સાનિધ્યમાં કાળ ભૈરવ, બટૂક ભૈરવ, અન્નપૂર્ણા માતા અને હનુમાનજી બિરાજમાન છે. કહેવાય છે કે ઇન્દ્રએ તપ કરી અહીં બાણ મારી ગંગાજીને પણ પ્રગટ કર્યા હતા.