first look of Lal bag cha raja of Mumbai, do darhsan here
  • Home
  • Astrology
  • કરો લાલ બાગ ચા રાજાના સૌ પ્રથમ દર્શન અહિં

કરો લાલ બાગ ચા રાજાના સૌ પ્રથમ દર્શન અહિં

 | 9:22 pm IST

શ્રાવણ માસ પૂરો થાય કે તુરંત ઘરે-ઘરે શરૂ થઈ જાય છે ગણેશોત્સવની તૈયારીઓ. અગાઉ આ ઉત્સવ મહારાષ્ટ્રમાં જ ઉજવાતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગણેશોત્સવને ભારે હર્ષોલ્લાસથી મનાવામાં આવે છે. મોટા ભાગના શહેરોમાં જાહેર જગ્યાઓ ઉપર ગણેશજીની મૂર્તિની સ્થાપના  કરવામાં આવે છે. જો કે આજે પણ આ ઉત્સવ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહે છે મુંબઈના લાલબાગના ગણપતિ. દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાલબાગના રાજાના દર્શન કરે છે. ઈ.સ. 1934થી લાલબાગ વિસ્તારમાં લાલ બાગના રાજાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.

આ વર્ષે પણ લાલબાગના રાજાની સ્થાપનાની તૈયારીઓ થઈ ચુકી છે. આ વર્ષે પણ લાલબાગના રાજા ભક્તોને અનોખા અને અલૌકિક સ્વરૂપમાં દર્શન આપશે. આ વર્ષે ગણેશજીએ મોરપીંછનો શણગાર કરેલો છે. તે સિંહાસન પર આરુઢ છે. ભવ્ય અને ઔલૌકિક મૂર્તિ જોઈને મોહિત થઈ જવાય તેવી છે.