Raj Rajeshwar Temple of Surat is very ancient temple, built between year 1264-1273
  • Home
  • Astrology
  • પ્રાચીન નગરી સુરતનું એકમાત્ર ત્રણ લિંગ ધરાવતું શિવમંદિર રાજરાજેશ્વર મહાદેવ

પ્રાચીન નગરી સુરતનું એકમાત્ર ત્રણ લિંગ ધરાવતું શિવમંદિર રાજરાજેશ્વર મહાદેવ

 | 9:10 pm IST

સૂર્ય પુત્રી તાપીના કાંઠે આવેલા સુરતનો સૂર્ય સદાય તપતો રહે છે.  આ પ્રાચીન શહેરની અનેક વિશેષતાઓ છે. જો કે હાલમાં શ્રાવણ ચાલી રહ્યો છે. આપણે પવિત્ર શ્રાવણની ઉજવણી સાથે જ ગુજરાતભરમાં જાણીતા શિવાલયો, મહાદેવ મંદિરોનો મહિમા ગવાઇ રહ્યો છે ત્યારે વાત કરીએ સુરતના એક માત્ર મંદિર કે જ્યાં ત્રણ શિવલિંગ છે. આ અતિ પ્રાચીન શિવલિંગ રાજરાજેશ્વર મહાદેવ વિશેની જાણો ખાસ વાતો.. તેમજ દર્શન કરીને ધન્યતા અનુભવો..

શહેરમાં તેરમી સદીમાં તાપી કિનારે ત્રણ શિવલિંગો પ્રગટ થયા હતા. આ સ્થળે સૂર્ય ઉપાસકો દ્વારા રાજરાજેશ્વર મંદિરમાં બનાવવામાં આવ્યું હતું. તેરમી સદીમાં બનેલા પ્રચીન મંદિરમાં સૂર્યનારાયણ અને ગણેશની પ્રાચીન મૂર્તિઓ છે.

પંદરમી અને સોળી સદીમાં સુરત અને તેની આસપાસના વિસ્તારમાં સૂર્યપૂજા પ્રચલીત હતી. તાપી પુરાણ અને તાપી મહાત્મ ગ્રંથોમાં નોંધ અનુસાર કપિલ મુનિએ તપ કરીને સૂર્યદેવને પ્રસન્ન કર્યા હતા. તેની વિનંતીથી સૂર્ય તાપી કિનારે કાંતારશિવ સ્વરૃપે આવીને રહ્યા હતા. બાદમાં આ વિસ્તારમાં ત્રણ શિવલિંગ પ્રગટ થતા રાજરાજેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયું હતું. ઇતિહાસકાર સંજય ચોકસીના જણાવ્યા અનુસાર ચોકબજાર વિસ્તારમાં રાજા ઓવારા સ્થિત પ્રાચીન રાજરાજેશ્વર મહાદેવ મંદિરમાં પથ્થરોના શિલ્પોમાં ઇ.સ. 1264-1273નો પાળિયો છે.

પ્રચીન મંદિર પ્રત્યે મનપાની ઘોર બેદરકારી : પૂજારી
પૂજારી લક્ષ્મીગીરીના જણાવ્યા અનુસાર મનપા દ્વારા તાપીકિનારે પાળો બનાવતી વખતે મંદિરના પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી ન હતી તેથી, મંદિરની સામે બારેમાસ કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય રહે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઇ નિકાલ થયો નથી. લોકો ઈચ્છે છે કે આ ઐતહાસિક ધરોહરની વ્યવસ્થિત જાળવણી થાય અને સરકાર દ્વારા લોકોની આસ્થાનો ખ્યાલ રાખવામાં આવે તે મહત્વપૂર્ણ છે.

સુરતના લોકો સૂર્યની પૂજા કરતા હતાં
પ્રાચીન મિસર સંસ્કૃતિમાં લોકો સૂર્યની પૂજા કરતા હતા. પિરામિડોમાં મળેલા લખાણોમાં સૂર્યનું જીવનદાતા તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. સુરતમાં રાજરાજેશ્વર મંદિરમાં દુર્લભ સૂર્ય પ્રતિમાઓની સ્થાપના થકી જાણવા મળે છેકે પ્રાચીન સમયમાં અહીં સૂર્યની પૂજા કરતી જાતિ વસવાટ કરતી હશે.

સૂર્યપુત્રીના નામથી સુરતની આસપાસના અનેક ગામોના નામ
સૂર્યની પુત્રી તાપીના નામ પરથી સુરતનું નામ પડયું છે. સુરત નજીક તાપી કાંઠે આવેલા બે ગામ ઓખા અને સાંધીયેર સૂર્યપુત્રી ઉષા અને સંધ્યાના નામે પ્રસિદ્ધ થયા હતા. જ્યારે સૂર્યપુત્રી અશ્વિની અને કુમારના નામ પરથી સુરતમાં અશ્વનીકુમાર નામથી વિસ્તાર ઓળખાય છે. સૂર્યપત્ની રત્નાદેવીના નામ પરથી રન્નાદે અને રાંદેલ પરથી રાંદેર નામ પડયું છે.