Darshana Of Sankeshwar mahadev
  • Home
  • Astrology
  • કરો દર્શન સાંકળેશ્વર મહાદેવના

કરો દર્શન સાંકળેશ્વર મહાદેવના

 | 6:03 pm IST

અરવલ્લી જિલ્લાના મોડાસાથી 4 કિલોમીટર દૂર આવેલા સાકરીયા ગામે 9મી સદીનું સાંકલેશ્વર મહાદેવ આવેલું છે જે સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન છે આ શિવ મંદિર પાછળ ઐતિહાસિક મહત્વ છુપાયેલું છે વર્ષો પહેલા આ સ્થાન પર એક લીમડાનું ઝાડ હતું અને આ લીમડામાં એક ડાળ સાકર જેવી મીઠી હતી જેથી ગ્રામજનોને આશ્ચર્ય થયું કે આ સ્થાન પર કોઈ દેવી દેવતાનો નિવાસ હશે જેથી આ સ્થાન પર ખોદકામ કરતા પૌરાણિક શિવલિંગ મળી આવ્યું જેથી ગામના શિવ ભક્તોની શ્રદ્ધા વધવા લાગી અને આ સ્થાન પર શિવમંદિર બનાવી અને શિવલિંગની સ્થાપના કરી અને સાંકળેશ્વર મહાદેવ તરીકે પૂજાવા લાગ્યા આ શિવ મંદિર શાસ્ત્ર અનુસાર છે શિવજીનું સ્થાન હંમેશા ઈશાન ખુણામાં હોય એ અનુસાર આ શિવ મંદિર પરિસરના ઈશાન ખુણામાં બનાવેલ છે આ શિવલિંગમાં ઉપર બ્રહ્મા વચ્ચે વિષ્ણુ અને શિવલિંગની જટાધારીના શિવ એટલે કે મહેશ બિરાજમાન છે આમ આ શિવલિંગનું આગવું મહત્વ છે

દિવસે દિવસે આ સ્વયંભૂ શિવ મંદિરમાં ભક્તોની ભીડ જમવા લાગી તમામ ભક્તો દૂર દૂરથી ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવે છે ખાસ શ્રાવણ માસમાં દરરોજ શિવ સાનિધ્યે ભગવાનને દૂધ અને જળનો અભિષેક કરે છે ભગવાનને ત્રિદલ બીલીપત્ર ચઢાવે છે આ સ્થાનક પર ભક્તો મહિલાઓ અબાલ વૃદ્ધ સૌ કોઈ જપ તપ અનુષ્ઠાન અને લગુરુદ્ર કરાવે છે અને ભગવાન સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

શિવ સંપ્રદાયમાં પાર્થિવ લિંગનું ખૂબ મહત્વ છે આ શિવ સ્થાન કે દર શ્રાવણ માસમાં મધ્યપ્રદેશથી ખાસ ભૂદેવો આવે છે અને માટીને ગુંદીને નાના નાના શિવલિંગ બનાવી અને પ્રતિત્ઠિત કરી સોળ ઉપચારથી પાર્થિવ લિંગની પૂજા કરવામાં આવે છે એક મહિનામાં આવા સવાલાખ શિવલિંગ બનાવવામાં આવે છે દરરોજ નાના માટીના શિવલિંગથી ધનુષ્ય આકાર સર્પાકાર પંચ કોણ સપ્તકોણ અલગ અલગ આકાર બનાવી અને પાર્થિવ લિંગની પૂજા કરવામાં આવે છે શિવપુરાણમાં પણ પાર્થિવ લિંગનું ખૂબ મહત્વ રહેલું છે આ પ્રયોગને ચિંતામણી પ્રયોગ પણ કહે છે જેનાથી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.