Rundhnath mahadev also called rudranath mahadev do darshana of it
  • Home
  • Astrology
  • સુરતના સ્વયંભૂ રુંઢનાથ મહાદેવ, જેની પૂજા થાય છે પેશ્વાકાળથી

સુરતના સ્વયંભૂ રુંઢનાથ મહાદેવ, જેની પૂજા થાય છે પેશ્વાકાળથી

 | 9:58 pm IST

ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં આવેલા શિવમંદિરોમાં હાલ શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઊમટી રહી છે. દરમિયાન ડુમસ રોડ પર આવેલું રૃંઢનાથ મહાદેવ મંદિર શિવભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પેશ્વાકાળથી અહીં આરાધનાનો દોર ચાલી રહ્યો છે. જેમાં રુદ્રાક્ષ જેવા શિવલિંગે પહેલા રુદ્રનાથ નામ આપ્યું હતું અને સમય જતાં રૃંઢનાથ મહાદેવ તરીકે ઓળખ મળી હતી. વર્ષોની પૂજા-અર્ચના સાથે મંદિરનો ત્રણ વાર જીર્ણોદ્ધાર થઇ ચૂક્યો છે. જ્યારે હવે ચોથી વાર રંગરોગાન ચાલી રહ્યું છે.

રૃંઢનાથ મહાદેવ મંદિરના મહાત્મ્ય પર એક નજર કરીએ તો, અંદાજે ૭૦૦ વર્ષ પહેલા અહીં મગદલ્લા ગામમાં તાપી કિનારે સ્વયંભૂ શિવલિંગ પ્રગટયું હતું. શિવલિંગનો આકાર એકમુખી રુદ્રાક્ષ જેવો હોય તે રૃદ્રનાથ તરીકે ઓળખાયો હતો. બાદમાં સમયના પ્રવાહ સાથે રૃંઢનાથ મહાદેવ તરીકેની ઓળખ મળી હતી. ઉપરાંત, વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ સ્વયંભૂ શિવલિંગ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જે પ્લોટ ઉત્તર તરફ લાંબો હોય અને દક્ષિણ તરફ મકાન સહિતના વજન હોય તે ઉત્તમ ગણાય. વળી ઉત્તર તરફથી આવતું પાણી દક્ષિણ તરફ વહે તે અતિઉત્તમ માનવામાં આવે છે. સુરતની પ્રગતિ પણ તાપીના આ દક્ષિણી વહેણને જ આભારી છે. પૂજારી દિનેશ ભારતી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરનું બાંધકામ અસલ પેશ્વા ગવર્નમેન્ટ હસ્તક બંધાયું હોવાનો અંદાજ છે. અહીં ૨૫૦થી ૩૦૦ વર્ષ જૂની વણઝારી વાવ આવેલી છે. જેમાં આજે પણ ઠંડું મીઠું પાણી છે. રૃંઢનાથ મહાદેવ ઉપરથી જ મગદલ્લા ગામના એક ભાગનું નામ રૃંઢગામ પડયું હોવાની પણ માનતા છે.

હાલમાં અમારો ભારતી ગોસ્વામી પરિવાર અહીં અંદાજે ૨૦૦ વર્ષથી નિયમિત રીતે સેવા-પૂજા કરતા આવ્યા છે. ગોસ્વામી મહંત પોપટભારતી ગોસ્વામીએ વર્ષો સુધી પૂજા-અર્ચના કરી હતી. અગાઉ મંદિરનો ત્રણ વાર જીર્ણોદ્ધાર થઇ ચૂક્વો હોવાનું માનવામાં આવે છે. જ્યારે હાલમાં હવે ચોથી વાર રંગરોગાન સાથે જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી છે. રૃંઢનાથ મહાદેવ એ પૌરાણિક અને ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બનેલું શિવાલય છે. અન્ય મંદિરોમાં શિવલિંગની સપાટી લીસી હોય છે. તે સામે રૃંઢનાથ મહાદેવના શિવલિંગની સપાટી રુદ્રાક્ષ જેવી ખરબચડી છે. શિવાલયમાં ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક, કંપાસ, બેગ વિતરણની સાથે ગરીબ દર્દીઓને આયુર્વેદિક દવાખાનામાં રાહતદરે દવા અપાઇ છે. દર વર્ષે શ્રાવણ માસમાં રૃંઢનાથ મહાદેવની રોનકમાં ઔર વધારો થઇ જાય છે. શ્રાવણના સોમવારે સવારે ૪ વાગ્યાથી પગપાળા યાત્રાએ આવતા ભક્તોની ભીડ જોવા મળે છે. તેમજ બ્રાહ્મણો દ્વારા સતત રુદ્રાભિષેક કરાઇ છે.