The Top most Ganpati Temple in India, Do visit it
  • Home
  • Astrology
  • ગણેશ ચતુર્થીના પર દર્શન કરો દેશના ટોપ મોસ્ટ 10 ગણપતિ મંદિરના

ગણેશ ચતુર્થીના પર દર્શન કરો દેશના ટોપ મોસ્ટ 10 ગણપતિ મંદિરના

 | 5:08 pm IST

દુંદાળા દેવ ગણેશ અનેક નામોથી જાણીતા છે. કોઈ તેમને એકદન્ત કહે છે તો કોઈ તેમને વિનાયક કહે છે તો કોઈ ગજાનન કહે છે. ભક્તો માટે તો બસ એક જ વાત છે ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ ઉત્સવની ઉજવણી દરમિયાન આપણે ગણપતિના ટોપ મોસ્ટ ગણપતિ મંદિરોની યાત્રા કરીએ.

1. સિદ્ધિ વિનાયક મંદિર
આપણા દેશમાં ગણપતિની સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં સૌથી પ્રથમ સ્થાને છે સિદ્ધિ વિનાયક મંદિર. તેને એક નિઃસંતાન મહિલાની આસ્થા પર બનાવવામાં આવ્યું હતું. અહિં રાજના લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. બોલિવુડ સેલિબ્રિટિસ અહિં અવારનવાર જોવા મળે છે.

2. શ્રીમંત દગડૂ શેઠ હલવાઈ ગણપતિ મંદિર પુણે
મહારાષ્ટ્રમાં સિદ્ધિ વિનાયક મંદિર પછી બીજા નંબર પર સૌથી પ્રસિદ્ધ મંદિર છે દગડૂ શેઠ હલવાઈ ગણપતિ પુણે. પુણેમાં આવેલું આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. આ મંદિરના દર્શન કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે. આ મંદિર ટ્રસ્ટ દેશભરના સૌથી અમીર ટ્રસ્ટોમાંથી એક છે. આ મંદિર શ્રીમંત દગડૂશેઠ નામના એક હલવાઈએ બનાવડાવ્યું હતું. જ્યારે તેમના પુત્રનું પ્લેગના કારણે મૃત્યું થયું હતું.

3. કનિપકમ વિનાયક મંદિર ચિત્તૂર
આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુપતિ મંદિરથી 75 કિમી દૂર છે. આ મંદિર પોતાના પ્રાચીન અને ઐતહાસિક શિલ્પ કળા અને સુંદર ડિઝાઈનને કારણે સુવિખ્યાત છે. અહિં દર્શન માટે આવનારા ભક્ત પોતાના પાપ ધોવા માટે મંદિરના પવિત્ર જળમાં ડુબકી લગાવે છે.

4. મનકુલા વિનાયક મંદિર, પોંડિચેરી
ભારતના સર્વાધિક પ્રાચીન મંદિરોમાંથી એક આ મંદિરને 1666 વર્ષ પહેલા બનાવડાવવામાં આવ્યું હતું. જ્યારે પોંડિચેરી ફ્રંસને આધીન હતું. આ મંદિર વિશે માન્યતા છે કે આ ભગવાન ગણેશની પ્રતિમાને અનેકવાર સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પણ આ સ્થાન પર રોજ પ્રગટ થઈ જતી હતી. અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર એવું આ મંદિર ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવે છે. દરવર્ષે અહં ગણેશ ઉત્સવ દરમિયાન બ્રહ્મોત્સવ ઉજવવામાં આવે છે.

5. મધુર મહાગણપતિ મંદિર કેરળ
દસમી શતાબ્દીમાં બનાવાયેલા આ અતિ પ્રાચીન મંદિર કેરળમાં મધુવાહિની નદીના કિનારે આવેલું છે. માનવામાં આવે છે કે અહિં આવેલું મંદિર વિશેષ છે. અહિં ભગવાન  ગણેશની મૂર્તિ ન તો માટીની બનેલી છે કે ન તો કોઈ પત્થરની. પણ આ મૂર્તિનું તત્ત્વ અલગ પ્રકારનું છે. અહિં ગણેશજી સિવાય ભગવાન શિવની મૂર્તિ પણ સ્થાપિત છે. મંદિરના વિશે કહેવાય છે કે આ મંદિરને નષ્ટ કરવાના ઉદેશ્ય સાથે મુગલ શાસક ટીપૂ સુલ્તાન અહિં આવ્યા હતા. પણ પછી શું થયું કે તેમણે તેમનો વિચાર બદલી નાંખ્યો હતો.

6. રણથંબૌર ગણેશ મંદિર, રાજસ્થાન
વાઈલ્ડ લાઈફના શોખિન લોકો રણથંભોર નેશનલ પાર્કમાં ફરવા રોજ આવે છે પણ અહિં આ મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા ઓછી નથી. ભક્તજન અહિં ગણેશજીના ‘ત્રિનેત્ર’ સ્વરૂપના દર્શન કરવા આવે છે. આશરે 1000 વર્ષ પુરાણા આ મંદિર રણથંભોર કિલામાં સૌથી ઉંચાઈ પર આવેલું છે.

7. મોતી ડૂંગરી ગણેશ મંદિર જયપુર
જયપુરમાં શેઠ જયરામ પાલીવાલને 18મી શતાબ્દીમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. નાના પહાડ પર આવેલા આ મંદિરને જયપુરના મુખ્ય ટૂરિસ્ટ સ્પોટમાં શામેલ છે. અનેક લોકોના આસ્થાનું આ કેન્દ્ર છે. ભારતભરમાંથી અનેક લોકો અહિં દર્શને આવે છે. અહિં પર જયપુરની મહારાણી ગાયત્રી દેવીના મહેલ મોતી ડૂંગરી પેલેસ પણ આવેલો છે.

8. ગણેશ ટોક મંદિર ગંગટોક
ગણેશટોંગ એ ગંગટોક ખાતે આવેલું સુવિખ્યાત મંદિર છે. આ સ્થળ ગંગટોકના પ્રસિદ્ધ ટૂરિસ્ટ સ્પોટમાંથી એક છે. આ મંદિર પોતાની સુંદરતા અને ભવ્ય લોકેશનને કારણે જાણીતું છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓના આ સ્થાન પર ગણેશજીના મંદિર છે તેની યાત્રાએ પણ અનેક લોકો આવે છે. લોકોની આસ્થાનું તે મુખ્ય મંદિર છે.

9. ગણપતિપુલે મંદિર, રત્નાગિરી, મહારાષ્ટ્ર
આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહિં ભગવાન ગણેશની મૂર્તિ ઉત્તર દિશામાં ન હોઈ પશ્રિમની દિશામાં મુખ કરેલું છે. સ્થાનીય લોકોનું માનવું છે કે અહિં પ્રતિમાની સ્થાપના કોઈ વ્યક્તિએ નહિં પણ સ્વયં પ્રગટ થયેલી છે.

10. ઉચ્ચી પિલ્લયાર મંદિર, તામિલનાડુ
ભગવાન ગણેશના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે ઉચ્ચી પિલ્લયાર મંદિર. જે તામિલનાડુના તિરુચિરાપલ્લી (ત્રીચી) નામના સ્થાન પર રોકફોર્ટ પહાડીની ચોટ પર આવેલું છે. પહાડો પર હોવાને કારણે તેનો નજારો અતિ સુંદર છે. તે જોવાલાયક છે. માન્યતા છે કે આ મંદિરની કહાણી રાવણનો ભાઈ વિભિષણથી જોડાયેલી છે. અહિં વિભીષણને એક વાર ભગવાન ગણેશ પર વાર કર્યો હતો.