do-deep-darshan-to-lord-krishna-idol-at-late-evening-wish-will-fulfill-in-love
  • Home
  • Astrology
  • સંધ્યા ટાણે કૃષ્ણની મૂર્તિ પાસે દીવો કરવાથી થાય છે ઈચ્છિત પ્રેમની પ્રાપ્તિ

સંધ્યા ટાણે કૃષ્ણની મૂર્તિ પાસે દીવો કરવાથી થાય છે ઈચ્છિત પ્રેમની પ્રાપ્તિ

 | 9:29 pm IST

દરેક ભગવાનનો સંબંધ કોઈને કોઈ વિશેષ વસ્તુ અથવા ઈચ્છા સાથે હોય છે. મનોકામના પૂર્તિ માટે જો આ નિયમને અનુસરીને માત્ર રોજ સાંજે સંધ્યાકાળે દીવો પણ કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. તેનાથી માણસની ઈચ્છા પૂરી થઈ શકે છે. ઈશ્વર સમક્ષ રોજ સાંજે દીવો કરી આરતી કરવાથી મનની ઈચ્છા પૂરી થઈ જાય છે. પારિવારિક બાબતોમાં તેમજ આર્થિક બાબતોમાં શુભ ફળ મળે છે. જો કૃષ્ણની મૂર્તિ પાસે દીવો કરવામાં આવે તો ઈચ્છિત પ્રેમની પ્રાપ્તિ થાય છે.

– અટકેલું ધન પરત મેળવવું હોય તો ઘરના મંદિરમાં ઉત્તર દિશામાં ભગવાન કુબેરની મૂર્તિ સ્થાપિત કરવી અને તેમની સમક્ષ રોજ દીવો કરવો.
– જે લોકોને મિત્ર અથવા જીવનસાથી તરફથી પ્રેમ મળે તેવી ઈચ્છા હોય તેણે ભગવાન કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી અને તેમની પૂજા તેમજ દીવો કરવો જોઈએ.
– બીમારીઓથી ત્રસ્ત હોય તો ઘરના મંદિરમાં ભગવાન સૂર્યની મૂર્તિ રાખી અને તેમના નામનો દીપક પ્રજ્વલિત કરવો જોઈએ.
– વેપારમાં સફળતા માટે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી અને રોજ તેમની સમક્ષ અગરબત્તી અને દીવો કરવો જોઈએ.
– આવકમાં વૃદ્ધિ માટે માતા લક્ષ્મીની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરી અને રોજ તેમનો ઘીનો દીવો કરવો જોઈએ.
– ઘર-પરીવારમાં ક્લેશ હોય તો તેને દૂર કરવા માટે શંકર મંદિરમાં નિયમિત રીતે દીવો કરવો.  અથવા ઘરમાં શિવ-પાર્વતી, અંબાજીનો ફોટો રાખી દીવો કરવો જોઈએ.