tips of friendship according to Indian mythology
  • Home
  • Astro
  • કોઈની સાથે એવી મૈત્રી કેળવો કે જેમાં સંબંધોમાં તાણ ન હોય

કોઈની સાથે એવી મૈત્રી કેળવો કે જેમાં સંબંધોમાં તાણ ન હોય

 | 7:58 pm IST
  • Share

મિત્રતા એ જીવનું એવું પાસુ છે કે જે વ્યક્તિને હર સમયે હૂંફ અને પોતાપણું આપે છે. આમછતાં તેની અપેક્ષા રાખવી, અને તે માટે જ મિત્રતા કેવળવી એ મિત્રતાનું એપમાન છે. મિત્રતા એવી હોય કે તમે ન માંગો અને મળે. જ્યારે તમે કોઈની સાથે મૈત્રી કેળવો ત્યારે એવી દોસ્તી કરો કે તે સંબંઘોમાં તાણ ન હોય. સંબંધોની મહાનતા તો તેમાં રહેલી અસલામતી છે. સંબંધોમાં સલામતી શોધો છો ત્યારે તમે સંબંધના કર્મમાં અવરોધ ઊભો કરો છો અને તે અવરોધ તેની વિશિષ્ટ અસર અને દુર્ભાગ્યને સાથે લાવે છે.

એમ ચોક્કસપણે કહી શકાય કે સંબંધનું કાર્ય આપણા સમગ્ર અસ્તિત્વની અવસ્થાને પ્રગટ કરવાનું છે. સંબંધ એ પોતાને સમજવાની પ્રક્રિયા છે. આ પોતાનું પ્રગટીકરણ દુઃખદાયક છે, તેમાં સતત મેળ રાખી સમાધાન કરવું પડે છે, તેમાં વિચાર-લાગણી સામે નમતું જોખવું પડે છે. તે દુઃખદાયક સંઘર્ષ છે, પણ તે બોધ આપતો શાંતિનો સમય છે.

પરંતુ મોટાભાગના લોકો પોતાના સંબંધોમાં રહેલી તાણ કે કટુતાને ટાળે છે અથવા તેને અવગણે છે, તેને બદલે તેઓ સહેલી ને સટ સંતોષપ્રદ નિર્ભરતા, નિર્વિવાદ સલામતીને અને સુરક્ષિત આશ્રયને પસંદ કરે છે. તેઓ સંબંધોને બહાનું બનાવે છે. ત્યારે કુટુંબ અને અન્ય સંબંધો વિચારવિહીન લોકો માટે આશ્રયસ્થાન બની જાય છે.

મોટેભાગે બને છે તેમ, જ્યારે અસલામતી પરાવલંબનમાં દેખાવા લાગે ત્યારે એ ખાસ સંબંધને છોડી દેવામાં આવે છે અને કાયમી સલામતી મળશે એવી આશામાં નવો સંબંધ બાંધવામાં આવે છે; પરંતુ સંબંધમાં સલામતી છે જ નહીં અને નિર્ભરતા માત્ર ભયને પોષે છે. સલામતી અને ભયની પ્રક્રિયાને સમજ્યા વગર, સંબંધ બંધનકારક અવરોધક બની જાય છે, અજ્ઞાાન બની જાય છે અને ત્યારે આપણું સમગ્ર અસ્તિત્વ સંઘર્ષ અને પીડા સમું હોય છે, અને તેમાંથી બહાર નીકળવા માટે સાચી દિશામાં વિચાર કરવા સિવાય કોઈ ઉપાય નથી રહેતો. સાચી દિશામાં વિચારવા માટે સ્વ-જ્ઞાન મેળવવું જોઈએ. ખુદને વિશે જાણવાથી સાચી દિશામાં વિચારી શકાય છે.

સંબંધ તો એવો હોવો જોઈએ જે કૃષ્ણ અને અક્રુરજી વચ્ચે હતો. સંબંધ તો એવો હોવો જોઈએ જે કૃષ્ણ અને રાધા વચ્ચે હતો. સંબંધ તો એવો હોવો જોઈએ. જે રામ અને નાવિક વચ્ચે હતો. સંબંધોમાં સહજતા જ જીવનને ઉચ્ચત્તમ મિત્રની ભેટ આપી જાય છે. આથી જ કહેવાયું છે કે જે નાનપણની મિત્રતા હોય છે તેમાં વધું મજબૂત હોય છે. કારણ કે તેમાં નિર્દોષતા અને નિર્લેપતા સ્વતઃ શામેલ હોય છે. આથી જ નાનપણમાં બંધાયેલી મિત્રતા વધું મજબૂત અને વિશ્વાસપાત્ર હોય છે. અલબત્ત એવું નથી કે મોટી ઉંમરે સારા મિત્રો નથી મળતા. ક્યારેક એવું પણ જોવા મળે છે કે ટ્રેનમાં સહપ્રવાસ દરમિયાન જ બે વ્યક્તિઓ સારા મિત્રો બની જાય છે. તેના મૂળમાં એક સ્પષ્ટ સમજણ અને નિર્લેપતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો